Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 473 જ્ઞાનદશાનું સ્વરૂપ પ્રકાશતાં શ્રીમદ્ લખે છે - વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” (111) મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત.' (139) સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.” (140) દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.... (142) આ પ્રકારે શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જ્ઞાનયોગને સાંગોપાંગ ગૂંથી લીધો છે. આ શાસ્ત્ર જ્ઞાનયોગના ખરા ઊંડાણનો અને તેની સાચી ગહનતાનો સુંદર સ્પર્શ કરાવે છે. આ શાસ્ત્રમાં જ્ઞાનયોગની ચરમ સીમા છે, જ્ઞાનયોગનું હાર્દ છે, અધ્યાત્મનો તલસાટ છે, ભાવની ગૂઢતા છે. તેમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણાં વહી રહ્યાં છે. તેની પ્રત્યેક ગાથા ગંભીર આશયથી ભરપૂર છે. જેમ જેમ તે વિચારવામાં આવે છે, તેમ તેમ તેમાંથી રહસ્યના પુંજ નીકળતા જાય છે. તેનો માત્ર શબ્દાર્થ કે વાચ્યાર્થ લેવાનો નથી, પરંતુ તેમાંથી તાત્ત્વિક સૂક્ષ્મ અર્થ ગ્રહણ કરવાનો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સામાન્ય કોટિનો ગ્રંથ નથી, પરંતુ જ્ઞાનશક્તિને ખીલવી સાચે રસ્તે લઈ જનાર ગ્રંથ છે. તેમાં ગહનતા, ગંભીરતા તથા ન્યાયસંગતતા ઝળકે છે. તેમાં શ્રીમદે આત્માનાં છ પદનાં ઊંડાં રહસ્યોને સપ્રમાણ રીતે રજૂ કરીને આત્મસ્વરૂપનો વાસ્તવિક પરિચય કરાવ્યો છે. શ્રીમદે તેમાં તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો નિચોડ એવી સરળ અને સુબોધ ભાષામાં પ્રસ્તુત કર્યો છે કે તત્ત્વજ્ઞાનના અધ્યયન સમયે આવતી સર્વ મુશ્કેલીઓનું સહજતાથી સમાધાન થઈ, સત્ય તત્ત્વનું જ્ઞાન થાય છે. જે ગૂઢ સવાલો, શંકાત્મક વિચારો ચિત્તવૃત્તિને અશાંત કરી ડહોળી નાખે છે, તે બધાનું આશ્ચર્યકારક નિરાકરણ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના અનુપ્રેક્ષણથી, પુનઃ પુનઃ ચિંતવનથી થાય છે. સામાન્ય વાંચનથી તેમાં રહેલ રહસ્ય પકડી શકાતું નથી, પણ ફરી ફરી તેનું અવગાહન કરતાં તેમાં રહેલ રહસ્ય ખૂલતું જાય છે. આ ગ્રંથનું સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરવામાં આવે તો હૃદય ખીલી ઊઠે છે. તેનો અપૂર્વ બોધ સ્થિર ચિત્તે વાંચતાં પ્રસન્નતા અનુભવાય છે. તેનો અમૂલ્ય ઉપદેશ આત્માને શાંતિ આપે છે. જે કોઈ તત્ત્વપિપાસુ સુરુચિપૂર્વક તેનું અધ્યયન કરી પરિણમન કરે છે, તેના મોહનો અવશ્ય પરાજય થાય છે. શ્રીમની પરિપક્વ વાણીની ઉપાસના કરવાથી અનાદિ અજ્ઞાનના સંસ્કાર ભેદાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org