Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 440 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. (24) પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દેટ કરે, નિજ માનાર્થે મુખ્ય.' (26) પોતાને આત્મજ્ઞાન ન હોવા છતાં અસગુરુઓ પોતાને સુગુરુ માની-મનાવી, લોકોને પોતાની માયાજાળમાં ફસાવી, તેઓ દ્વારા પોતાની વંદના આદિ કરાવે છે તથા આત્મજ્ઞાનીઓની આશાતના કરવા-કરાવવામાં ઉદ્યમશીલ રહે છે. તેઓ ધર્મના નામે મિથ્યાત્વનો ફેલાવો કરી રહ્યા છે. મિથ્યાત્વના મદમાં ચૂર થઈ તેઓ ‘અમે કહીએ છીએ તે જ સાચું અને બીજા બધાનું તદ્દન ખોટું' એવું લોકોના મગજમાં ઠસાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ માન-પૂજા આદિની ઇચ્છાથી જીવોને અવળે રસ્તે ચઢાવી દે છે. તેઓ સ્વયંને જ્ઞાની કહેવડાવે છે, પરંતુ તેમનામાં શબ્દોચ્ચાર પૂરતું જ જ્ઞાન હોય છે, આત્માનું લક્ષ પણ હોતું નથી. તેમને જ્ઞાનદશા ઊપજી નથી, છતાં તેઓ મુખેથી જ્ઞાનના અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ કરે છે. પોતામાં ત્યાગ-વૈરાગ્ય સમ્યકપણે પરિણમાવ્યા વિના તેની મોટી મોટી વાતો કરે છે અને અનુચિત આચરણ કરી આત્માર્થ ચૂકે છે. પોતે દુર્જન હોવા છતાં સજ્જનતાનો આડંબર કરે છે, અહંકારનો પાર ન હોવા છતાં નમતાનો ડોળ કરે છે, હૃદયમાં ઝેર હોવા છતાં જીભ ઉપર અમૃત દાખવે છે. આમ, ધર્મના નામે દંભ સેવનારાઓ બાહ્યથી તત્ત્વની વાતો તો કરે છે, પરંતુ તેઓ તત્ત્વને જીવનમાં સાકાર કરવાનો આત્મપુરુષાર્થ કરતા નથી. તેઓ પોતાના અહંના પોષણ અર્થે અનુયાયીઓની સંખ્યા વધારવામાં પડ્યા રહે છે અને આત્મકલ્યાણથી વંચિત રહે છે. આવા લોકોને શ્રીમદ્ સ્પષ્ટ શબ્દોમાં કહે છે - “અસદગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.” (21) મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” (137) શ્રીમદે લોકોત્તર એવા જિનદેવનું સ્વરૂપ સમજ્યા વિના લૌકિક રીતથી ધર્મપ્રવૃત્તિ કરનારા જીવોને પણ તેમની ભૂલ બતાવી છે. મોટા ભાગના જીવો શ્રી તીર્થંકર ભગવાનનો મહિમા ગાય છે ત્યારે માત્ર તેમના શરીરનું તથા સમવસરણાદિરૂપ સિદ્ધિઓનું વર્ણન જ કરતા હોય છે. તેઓ ભાગ્યે જ સમજતા હોય છે કે તેવી બાહ્ય સામગ્રી તો માયાના પ્રયોગથી, દેવાદિની સહાય વડે પણ ઉપજાવી શકાય છે. આ શ્રી તીર્થકર ભગવાનની સાચી ઓળખાણ નથી. સાચી ઓળખાણ તો એ છે કે તેમણે ઘાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org