Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 450 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કરી સાધનાના સમ્યક્ સ્વરૂપનું નિદર્શન કર્યું છે. માત્ર બે પંક્તિમાં ઉપાદાન અને નિમિત્તનો પરસ્પર સંબંધ રજૂ કરતાં શ્રીમદ્ ૧૩૫મી ગાથામાં લખે છે - સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.” (135) આ અનેકાંતદષ્ટિનું રહસ્ય જીવ કેટલે અંશે પામી શક્યો છે તે જાણવાની પારાશીશી પણ શ્રીમદે આ ગ્રંથમાં આપી છે. અનેકાંતશૈલીનો સમ્યક્ ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેની સમજણ શ્રીમદે માત્ર એક જ ગાથામાં સુંદર રીતે આપી છે. અનેકાંતવાદનો નિચોડ આપતાં શ્રીમદે ૮મી ગાથામાં લખ્યું છે - જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” (8) તેમણે જણાવ્યું છે કે આત્માર્થી જીવ અનેકાંતવાદનો યોગ્ય રીતે અમલ કરે છે. આત્માર્થી જીવ જ્યાં જ્યાં, જે જે યોગ્ય છે; ત્યાં ત્યાં, તે તે પ્રકારે સમજે છે. તેનું સાચું મૂલ્યાંકન કરી તે અનુસાર આચરણ કરે છે. આત્મસ્વરૂપ, નિશ્ચય-વ્યવહાર, ઉપાદાનનિમિત્ત આદિ વિષયોની ગંભીરતાથી, નિરાહપણે વિચારણા કરી દેઢ નિર્ણય કરે છે. તે પ્રત્યેક વિષયમાં, પ્રત્યેક સ્થાને અનેકાંતદષ્ટિનો પ્રયોગ કરી, તેને યથાયોગ્યપણે સમજે છે અને યથાર્થ પ્રવર્તન કરે છે. આત્મપ્રાપ્તિ માટે જે વખતે, જેટલા પ્રમાણમાં, જે જરૂરી હોય તે ગ્રહણ કરી મોક્ષમાર્ગે આગળ વધે છે. અનેકાંતવાદનો મર્મ ખુલ્લો કરતી આ ગાથા વિષે બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે - લ્યો, એનો અર્થ કરો!' એમ પ્રભુશ્રીજી કહેતા. આખી જિંદગી સુધી કામ આવે એવી આ ગાથા છે. આત્માર્થી હોય તેણે ગમે તે પ્રસંગે શું કરવું અને શું સમજવું એનો ઉકેલ તેને આવે.” આ પ્રકારે આ ઉચ્ચ કોટિના ગ્રંથમાં શ્રીમદે પ્રામાણિકપણે અનેકાંતવાદ સંબંધી ઘણી માર્મિક તથા સૂક્ષ્મ વિચારણા કરી છે. નિશ્ચયનય અને વ્યવહારનયના સમન્વય વડે તેમણે વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપને સમજાવ્યું છે. નિશ્ચયનય અને વ્યવહારનયની આવી સમતુલા ભાગ્યે જ જોવા મળે છે. તેમનું દરેક કથનમાં સંપૂર્ણપણે સ્યાદ્વાદદષ્ટિએ નિરૂપાયેલું જણાઈ આવે છે, જે સાધનામાર્ગમાં નયજ્ઞાનની ઉપયોગિતાને સૂચિત કરે છે. શ્રીમદે પોતાનું અનુભવજ્ઞાન અને શાસ્ત્રજ્ઞાન એવું તો નિચોવીને આપી દીધું છે કે જેથી આત્મકલ્યાણ સાધવાની આકાંક્ષાથી માર્ગ શોધતાં મુમુક્ષુજન નિશ્ચય અને વ્યવહારની મૂંઝવણમાં ફસાય નહીં. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અધ્યયન કરતાં વિચક્ષણ 1- બોધામૃત', ભાગ-૧, પૃ.૩૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org