Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 451 વાચકના અંતરમાં શ્રીમની વાણી કોઈ પણ નયથી અધૂરી નથી એવી પ્રતીતિ ગુંજારવ કરતી રહે છે. શ્રીમદ્ભી શૈલી વિષે શ્રી રમણલાલ જોશી લખે છે - એમની દષ્ટિની વિશાળતા ને ચોક્કસતા, સર્વગ્રાહી જ નહિ પણ આમૂલાગ્ર અને કેવળ મૌલિક વિચારસરણી, હૃદયની ઉદારતા, સિદ્ધાંતો અને મંતવ્યોની સમગ્ર સમન્વયકારક રજૂઆત - જાણે “સ્યાદ્વાદ' સ્વયં બોલી રહ્યો છે!” ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે જુદા જુદા નયની અપેક્ષાએ વિચારણા કરી, અનેકાંતવાદથી તે સર્વનો કેવો સુંદર સુમેળ સાધી શકાય છે તેનું ભાન કરાવ્યું છે. તે બોધ દ્વારા વાચક કોઈ પણ વિચારક્ષેત્રમાં ગૂંચવાતો નથી અને મિથ્યા માન્યતા વડે ઊભા કરેલા વિરોધોને શમાવીને એકવાક્યતા જન્માવે છે. પક્ષપાતની ભૂમિકાથી ઉપર ઊઠી, આત્મહિતની દૃષ્ટિથી મધ્યસ્થ થઈને જે આ ગ્રંથને વાંચશે; તેના સર્વ મતભેદ, આગ્રહ, વિવાદ સમાપ્ત થઈ જશે. શ્રીમદે જિનવાણીનાં રહસ્યો સમજવા માટે અદ્ભુત દૃષ્ટિ પ્રદાન કરી છે, જે તત્ત્વાભ્યાસી જીવો માટે અત્યંત ઉપયોગી સિદ્ધ થાય છે. સાધકો માટે આ ગ્રંથ અત્યંત મનનીય છે. તે સાધકોને નિશ્ચય તરફ જાગૃત કરે છે અને તેનો વ્યવહાર શુદ્ધ કરાવે છે. આ મહત્ત્વપૂર્ણ માર્ગદર્શક ગ્રંથનો અભ્યાસ વસ્તુસ્વરૂપને સમજવા માટે યથેષ્ટ રૂપમાં સહાયક થાય છે. આત્માર્થી જીવો તે દ્વારા અનેકાંતદષ્ટિને યથાર્થપણે સમજી, શુદ્ધાત્માનું અવલંબન લઈ, શીધ્ર પોતાનું કલ્યાણ કરી શકે એમ છે. શ્રીમદ્ભા આ અભુત કાર્યનો વાસ્તવિક મહિમા તો એનું ઊંડાણથી અધ્યયન કરવાવાળા આત્માર્થી જ સમજી શકે એમ છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્નો અનેકાંત અભિગમ સૂચિત થાય છે. તેમનું દરેક કથન શાસ્ત્રસમ્મત છે. જિનવાણીને તેમણે પૂર્ણપણે આત્મસાત કરી છે તે પ્રત્યક્ષ નિહાળી શકાય છે. તેમણે અનેકાંતને નજર સમક્ષ રાખીને અનેક મૂંઝવણોનાં રસપ્રદ સમાધાન આપ્યાં છે અને તેથી આ ગ્રંથ નિતાંત આદરણીય, સાદંત પઠનીય અને નિરંતર મનનીય છે. (5) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કર્મસિદ્ધાંત જૈન દર્શનનો કર્મસિદ્ધાંત એ એની એક આગવી વિશેષતા છે. અન્ય દર્શનોમાં પણ કર્મ અને કર્મફળની વાત છે, પરંતુ જૈન દર્શનનો કર્મવાદ અજોડ અને અદ્ભુત છે. આ મહાન કર્મવાદના ચણતર ઉપર જૈન દર્શનની મજબૂત ઈમારત ઊભી છે. કર્મનો સંબંધ આત્મા સાથે છે, તેથી જ્યાં જ્યાં આત્માની વિચારણા કરવામાં આવે છે ત્યાં ત્યાં કર્મની વિચારણા પણ સહજે થાય છે. જીવની અનેક અવસ્થાઓ તથા અવનવી 1- શ્રી રમણલાલ જોશી, ‘શ્રીમદ્ એક આર્ષદ્રષ્ટા', પૃ.૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org