Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 457 એવા મોહનીય કર્મનો કેવી રીતે નાશ થાય તેની સુબદ્ધ સંકલના કરી છે. તેમણે જણાવ્યું છે કે જીવને જગતની મોહમાયાની જાળમાં લપટાવનાર એવા મોહનીય કર્મના મુખ્ય બે પ્રકાર છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીય એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિ હોવી તે. ચારિત્રમોહનીય એટલે આત્મસ્થિતિને અવરોધક એવા કષાય તથા નોકષાય. દર્શનમોહનીયનો નાશ આત્મબોધથી થાય છે અને ચારિત્રમોહનીયનો નાશ વીતરાગપણાથી થાય છે. આ રીતે કર્મોના અગ્રણી એવા દર્શનમોહ-ચારિત્રમોહરૂપ દ્વિવિધ મોહનીય કર્મથી છૂટવાના પથનું દર્શન કરાવતાં શ્રીમદ્ લખે છે - કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. (103) કર્મબંધ અને કર્મક્ષયની પ્રક્રિયા નિઃશંકપણે વાચકને સરળતાથી ગ્રાહ્ય થાય તે અર્થે શ્રીમદે એક અનુભવગમ્ય દષ્ટાંત આપ્યું છે. બંધહેતુઓના પ્રતિપક્ષી ભાવથી બંધહેતુઓનો અભ્યાસ થાય છે તથા તે બંધભાવ છેચાતાં કર્મક્ષય થાય છે - આ સિદ્ધાંત સમજાવવા સર્વના પ્રત્યક્ષ અનુભવની વાત કરતાં શ્રીમદ્ જણાવે છે કે ક્રોધાદિ કષાયથી કર્મબંધ થાય છે અને ક્ષમાદિ ભાવ તેને અચૂક હણે છે, તેવી જ રીતે મિથ્યાત્વાદિ બંધહેતુઓ પણ નિઃસંદેહપણે તેનાથી વિપરીત સ્વભાવવાળા એવા સમ્યકત્વાદિથી હણાય છે. શ્રીમદ્ લખે છે - કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ?' (194) અનંત કાળથી બાંધેલાં કર્મ અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહમાં કઈ રીતે છેદી શકાય? શું અનંત કાળનાં કર્મો નાશ કરતાં અનંત કાળ લાગશે? - આવા વિકલ્પો કરવા યોગ્ય નથી એમ શ્રીમદ્ જણાવે છે, કારણ કે જીવ જો અજ્ઞાનનિદ્રામાંથી જાગે તો અનંત કાળનાં કર્મ પણ શીધ્ર નાશ થઈ શકે એવું જીવના પુરુષાર્થનું બળ છે. કર્મભાવ તે જીવનું અજ્ઞાન છે. જ્ઞાનપ્રકાશથી આ અનંત કાળનું અજ્ઞાન-અંધકાર નાશ પામે છે અને જીવનો મોક્ષભાવ પ્રગટ થાય છે, અર્થાત્ તે નિજસ્વરૂપમાં સ્થિત થાય છે. અંધકાર ભલેને અનાદિ કાળનો હોય, પણ પ્રકાશ થતાં તે તત્ક્ષણ વિલીન થાય છે; તેમ અનાદિનો કર્મભાવ પણ જ્ઞાન થતાં નાશ થાય છે. અનાદિની કર્મબંધસંકલના તોડવાની લગામ આત્માના હાથમાં જ છે. વિભાવભાવરૂપ ભાવકર્મના પરિણામ પ્રમાણે નહીં પરિણમવાની રહસ્યચાવી આત્મા પાસે જ છે અને તે જો પરભાવરૂપે ન પરિણમે તો દ્રવ્યકર્મનો ક્ષય થાય છે અને નવીન કર્મ બંધાતાં નથી. આ રીતે કર્મનિબદ્ધ આત્માના પુરુષાર્થનો માર્ગ સદા ખુલ્લો જ છે. શ્રીમદ્ લખે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org