Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 441 કર્મોનો નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપને પૂર્ણપણે પ્રકાશ્ય છે અને આત્માના અનંત આનંદને તેઓ નિરંતર ભોગવી રહ્યા છે. જે જીવ વીતરાગપ્રભુના અલૌકિક ગુણોનું બહુમાન કરે, તેમના પ્રત્યે ભક્તિભાવ રાખે, તે જીવ જ પ્રભુના હાર્દને ઉકેલવા અને સમજવા શક્તિમાન થાય છે. વીતરાગ જેવા થવાનો પ્રયત્ન કરનાર જ વીતરાગનો મર્મ સમજી શકે છે, વીતરાગતાનું રહસ્ય લક્ષગત કરી શકે છે. જિનેશ્વર ભગવાનના અંતરસ્વરૂપનો લક્ષ્ય કરી શકનાર જીવોને જ પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન થાય છે. શ્રી જિન પ્રભુના દેહાદિ પ્રત્યેનો, તેમની બાહ્ય વિભૂતિઓ પ્રત્યેનો અને ઉત્તમોત્તમ પુણ્યોદયવશાત્ તેમને પ્રાપ્ત થતી અનેક રિદ્ધિઓ પ્રત્યેનો રાગ લોકોત્તર કલ્યાણને સાધી શકતો નથી, કારણ કે તેવા રાગમાં જીવનું લક્ષ ભગવાનના આત્મિક ગુણો કે તેમનાં અસાધારણ લક્ષણો તરફ નથી દોરાતું, માત્ર સમવસરણાદિ સિદ્ધિઓ તરફ જ હોય છે. પ્રભુના આત્મગુણના બહુમાનને બદલે તેમની બાહ્ય સિદ્ધિઓનું બહુમાન કરે છે. આમ, જિનેશ્વરના આંતર ગુણને નીરખવા તરફ તેમની દૃષ્ટિ વળતી જ નથી. શ્રીમદે આ વાતનો ઉલ્લેખ કરતાં ૨૫મી ગાથામાં લખ્યું છે - જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ' (25) બાહ્ય વેષ-વ્યવહારમાં જ ધર્મનો આરોપ કરનારા તત્કાલીન સમાજના લોકોનો ઉલ્લેખ પણ શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કર્યો છે. તેઓ તત્ત્વવૃક્ષનું આત્મધર્મરૂપ મૂળ પકડવાને બદલે બાહ્ય સાધન - વ્યવહારનાં ડાંખળાં-પાંદડાં પકડીને તેનો કદાગ્રહ કરે છે, તેથી તેમના હાથમાં પરમાર્થમાર્ગ આવતો નથી. તેઓ દોરા-તુંબડા જેવા નિર્માલ્ય, તત્ત્વશૂન્ય મતભેદોની ભ્રાંતિમાં અથડાયા કરે છે. લોકો બાહ્ય વેષાદિ ઉપર અસાધારણ ભાર મૂકી તેમાં જ સર્વસ્વનું આરોપણ કરી બેઠા છે. આ કારણે લોકો યથાર્થ આચાર-વિચારના ક્ષેત્રથી દૂર રહે છે અને તેથી જ સાંપ્રત ધર્મસમાજનું અહિત સધાયું છે. મતાંતરના આવા તુચ્છ ક્લેશોએ સમાજના વિચારવીર્યનો અને આચારબળનો ક્ષય કર્યો છે. શ્રીમદ્ ૨૭મી ગાથાના ઉત્તરાર્ધમાં લખે છે કે - માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન.' (27) મતમતાંતરના કારણે ખેંચતાણ થવાથી જુદા જુદા સાધુઓને માનનારા અને જુદી જુદી ક્રિયાઓ કરનારા વચ્ચે ગચ્છભેદ પડી ગયા છે. કશે પણ એકમનવાળા કે એકમતવાળા જોવા મળતા નથી. જુદા જુદા ગચ્છો વચ્ચે કિન્નાખોરી ફેલાયેલી જોવા મળે છે. લોકો મતભેદના ઓઠા નીચે ગચ્છભેદના ફાંટા પાડી, મિથ્યા ઝગડામાં પડે છે અને સંઘર્ષો વધારી, આત્મશુદ્ધિ કરવાને બદલે આત્માને વધુ અશુદ્ધ કરે છે. શુદ્ર તત્ત્વશૂન્ય મતભેદોના નિવાસસ્થાનરૂપ સંકુચિત ગચ્છભેદના નામે ચાલતા આવા સાંકડા ચીલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org