Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 442 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રી જિનેશ્વર ભગવાનના પરમ ઉદાર સુવિશાળ તત્ત્વમાર્ગથી લાખો ગાઉ દૂર છે. અસગુરુઓ ધર્મને નામે માયાચાર અને આડંબર કરી, ખોટો ઉપદેશ આપી પોતાના અનુયાયીઓને છેતરે છે. પોતાનું થોડું વર્ચસ્વ જામતાં તેઓ નવો સંપ્રદાય ઊભો કરે છે અને પોતાના કદાગ્રહને કારણે વાદવિવાદ ઊભા કરે છે. તેમાંથી અનેક વિખવાદ જન્મ છે, કારણ કે લોકો આત્માના શુદ્ધ ધર્મને જાણતા નથી અને ગચ્છવિસ્તારને જ ધર્મ માને છે; અર્થાત્ ગચ્છપ્રચાર-પ્રસારનું કાર્ય કર્યા કરે છે, સ્વમનસ્થાપન માટે પ્રયાસો ર્યા કરે છે અને બીજા ગચ્છની નિંદા કરે છે. તેઓ ગચ્છની ભાંજગડમાં એટલા બધા ફસાઈ જાય છે કે તેમને સત્ય તત્ત્વ લાધતું નથી. અન્ય સંપ્રદાયનું સ્વરૂપ સમજ્યા વગર, તેમાં રહેલાં સત્ય કે સત્યાંશોનું અસ્તિત્વ જાણ્યા-વિચાર્યા વગર તે સંપ્રદાયની તથા તેના અનુયાયીઓની નિંદા કરે છે. તેઓ અન્ય સંપ્રદાયની વાતો સાંભળવા પણ તૈયાર થતા નથી. તેમની દૃષ્ટિ એવી સંકુચિત થઈ જાય છે કે અન્ય જગ્યાએ પણ સારું અને સાચું હોઈ શકે એમ તેમને લાગતું જ નથી. તેમનામાં પરમતસહિષ્ણુતાનો અભાવ જોવા મળે છે. વિપરીત માન્યતાને કારણે તેઓ નિષ્પક્ષપાતતા રાખી શકતા નથી અને દુરાગ્રહી બની જાય છે. શ્રીમદ્ સંપ્રદાયોમાં રહેલી આવી પક્ષાપક્ષીના વિરોધી હતા. તેઓ ઇચ્છતા હતા કે લોકો ગચ્છ-મતભેદને તજે અને સત્ય વસ્તુ ઉપર લક્ષ આપે. આવી અંધાધૂંધીભરી સ્થિતિમાંથી ધર્મસમાજ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા માટે શ્રીમદે સત્ય ધર્મ સમજવાની અને તેના ઊંડાણમાં પ્રવેશ કરવાની પ્રેરણા કરી છે. જુદા જુદા પંથોને પરસ્પર ખેંચાખેંચ છોડવાની સલાહ આપતાં શ્રીમદ્ ૧૩૩મી ગાથામાં લખે છે - “ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર;' (133) શ્રીમદે ધર્મસમાજની આવી વિષમ પરિસ્થિતિનું દર્શન કરાવ્યું છે. તેમણે ભવસ્થિતિ આદિનું નામ લઈ પુરુષાર્થને ઉત્થાપનારા લોકોનું વર્ણન પણ કર્યું છે. માન માટે વ્રત-તપાદિ કરનારાઓનું તથા જીવાજીવના ભેદ-ભાંગાવાળા શાસ્ત્રમાં જ શ્રુતજ્ઞાન માનનારાઓનું પણ તેમણે નિરૂપણ કર્યું છે. યથાર્થ પ્રરૂપણા કરવી એ કાળમાં ઘણું વિષમ હતું. સદ્ધર્મ જાણનાર વ્યક્તિને સહાયક થવાની અભિલાષા હોવા છતાં તે સાધકોને સહાય ન કરી શકે એવી એ સમયની સ્થિતિ હતી. આવી સ્થિતિમાં પણ શ્રીમદ્ બાહ્ય સંયોગોની પરવા કર્યા વગર સ્વ-પરના ઉદ્ધારના કાર્યમાં જ પ્રવૃત્ત રહેતા હતા. અંધશ્રદ્ધા, મતમતાંતર, કદાહ વગેરે પોતાને સ્પર્શે નહીં તે રીતે તેઓ વીતરાગતા તરફ જ લક્ષ રાખી મોક્ષમાર્ગે આગળ વધી રહ્યા હતા. તેઓ તો સાંપ્રદાયિક મર્યાદાઓ ઓળંગીને નિજાનંદની મસ્તીમાં રમણતા કરી રહ્યા હતા. તેમની સાધના સાક્ષી પૂરે છે કે તેઓ કોઈ સંપ્રદાયના રહ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org