Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 445 (4) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અનેકાંત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જિનાગમના મર્મને સમજવા માટે અદ્ભુત ચાવી સમાન છે, વસ્તુસ્વરૂપના યથાર્થ દર્શન માટે સ્વચ્છ દર્પણરૂપ છે, એકાંતવાદીઓની માન્યતાનું નિરસન કરવા માટે એક અમોઘ શસ્ત્ર છે. તેનો બોધ સિદ્ધાંતથી અવિરુદ્ધ છે. શ્રીમદે અધ્યાત્મને પ્રગટ કરવા માટે જૈન દર્શનના અનેકાંત સિદ્ધાંતનો પ્રયોગ કર્યો છે. અનેકાંતશૈલીનો પ્રયોગ જીવને વસ્તુના ઉત્તરોત્તર સૂક્ષ્મ બોધરૂપ પરમાર્થ પ્રત્યે લઈ જવા માટે ઉપકારી બને છે. જૈન દર્શન સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત હોવાથી સર્વાગ સંપૂર્ણ દર્શન છે. વિચારની શુદ્ધિ માટે અનેકાંત જેવા વિશાળ અને ઉદાર સિદ્ધાંતનું પ્રયોજન તે જિનશાસનની બલિહારી છે. અનેકાંતવાદ એ જૈન દર્શનનો મુખ્ય આધાર છે. અનેકાંત એ તત્ત્વનો અવિસંવાદી અસંદિગ્ધ નિશ્ચય કરાવનારી સુંદર યુક્તિ છે. જૈન દર્શનની આ અદ્ભુત, સર્વસમાધાનકારી અનેકાંતદષ્ટિ સાધકને પ્રત્યેક ક્ષેત્રમાં માર્ગદર્શકરૂપ બને છે. અનેકાંતવાદ એક મહાન દષ્ટિબિંદુ પૂરું પાડે છે. વસ્તુને વિવિધ દૃષ્ટિબિંદુથી નીરખ્યા સિવાય તેનું સમગ્ર સ્વરૂપ સમજાતું નથી. તે સમજવા અનેકાંતવાદ અત્યંત ઉપયોગી છે. અનેક અપેક્ષાએ વસ્તુને જાણવાથી તે વસ્તુને યથાર્થ સ્વરૂપે જાણી શકાય છે. અનેકાંત વસ્તુને યથાર્થપણે જાણવાની પદ્ધતિ છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે, તેથી વસ્તુસ્વરૂપના સંપૂર્ણ બોધ માટે અનેકાંતનું જ્ઞાન આવશ્યક છે. અનંતધર્માત્મક પદાર્થને સમજવા માટે પ્રમાણ અને નયને જાણવાં જરૂરી છે. સમસ્ત જિનાગમ નયની ભાષામાં નિબદ્ધ છે, તેથી આગમના ગહન અભ્યાસ માટે પ્રમાણ-નયના સ્વરૂપને ઊંડાણથી જાણવું આવશ્યક છે. પ્રમાણ સર્વગ્રાહી હોવાથી વસ્તુનું સમગ્ર રૂપથી સર્વદેશીય ગ્રહણ કરે છે, જ્યારે નય પદાર્થમાં સ્થિત અનેક ધર્મોની વિશેષ રૂપથી વિરક્ષા કરે છે. નય વસ્તુબોધનો સાપેક્ષ દૃષ્ટિકોણ છે. પદાર્થના અસ્તિત્વ તેમજ નાસ્તિત્વ આદિ અનેકવિધ ઉભય ધર્મોનો યથાર્થ બોધ તે પ્રમાણજ્ઞાન છે, અર્થાત્ વસ્તુને ભિન્ન ભિન્ન પરસ્પર વિરુદ્ધધર્માત્મક સ્વરૂપે જાણવી તે પ્રમાણજ્ઞાન છે. વસ્તુના કોઈ એક ધર્મને ઉત્તરોત્તર સ્થૂળ-સૂક્ષ્મ ભાવથી અવિરુદ્ધ ભાવે જાણવો તે નયજ્ઞાન છે. જે નય પરસ્પર સાપેક્ષ હોય તે સુનય છે અને જે નય પોતાના જ પક્ષમાં સંલગ્ન હોય તે દુર્નય છે. પ્રત્યેક નય અન્ય દૃષ્ટિના સ્વરૂપને ગૌણ ભાવે સાપેક્ષપણે સ્વીકાર કરી, પોતાના સ્વરૂપને મુખ્યપણે કહે તો તે વિચારનું સમ્યક ભાવે સુનયપણું દર્શાવે છે, અન્યથા સમસ્ત એકાંતભાવી નયવચનો તે માત્ર મિથ્યા પ્રલાપો છે, દુર્નય છે. પ્રત્યેક નય સ્વતંત્ર રીતે પ્રતિપક્ષ સહિત છે, પરંતુ અનેકાંતદૃષ્ટિમાં એવી વિશાળતા છે કે દરેક નયના વિરોધને ઉપશમાવી, તે સર્વ નયને પોતાનામાં સમાવી લે છે. બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org