Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 443 ન હતા. તેમણે કોઈ પણ આડંબરને ધર્મ માન્યો ન હતો. તેમને ધર્મસમાજ પ્રત્યે અથાગ કરુણા અને વાત્સલ્ય નિર્ઝરતા હતા. તેમને જ્યારે જુદા જુદા પંથ તથા ગચ્છની શિથિલતા નજરે પડતી ત્યારે તેમના દિલમાં અપાર વેદના થતી હતી. તત્કાલીન પરિસ્થિતિએ તેમનું હૃદય હચમચાવી મૂક્યું હતું અને તેથી તેમની અંતરવેદનાએ સહજતાથી શાબ્દિક રૂપ ધારણ કર્યું હતું. આ ગ્રંથમાં તેમણે વીતરાગ શાસનથી વિપરીત વર્તી રહેલ આચાર-વિચારોની પ્રણાલીનું દર્શન દુઃખપૂર્વક કરેલ છે. તત્કાલીન સ્થિતિ સંબંધી પોતાની વ્યથા વ્યક્ત કરતાં શ્રીમદ્ ત્રીજી ગાથામાં લખે છે - કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.” (3) આમ, શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ધર્મના નામે સેવાતી ભ્રમણાના પડદાને ચીરીને સમાજને વાસ્તવિકતાનાં દર્શન કરાવ્યાં છે. તેમણે આત્મજાગૃતિ અર્થે પરમાર્થના પંથનો નિર્દેશ કર્યો છે. ધર્મના નામે ચાલતી વર્તમાન અંધાધૂંધીને તેમણે લોકો સમક્ષ ખુલ્લી કરી છે. ધર્મના નામે ચાલતા વિખવાદને ડામવા તેમણે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ આલેખ્યું છે. સદ્ગુરુ સાધનામાર્ગ બતાવે છે, પણ અજ્ઞ જીવો પરંપરાની ઘરેડને છોડતા નથી, તેથી ભવપરંપરાથી મુક્ત થતા નથી તે તેમણે સમજાવ્યું છે. તેમણે દેવ, ગુરુ, વેષ, શાસ્ત્ર, ગચ્છ, ક્રિયા આદિ અનેક વિષયોને સ્પશ્ય છે અને મતાર્થી જીવો ઉપર અતિ તીક્ષ્ણ કટાક્ષ કર્યા છે કે જેથી તેવા જીવો સન્માર્ગ સન્મુખ થાય. આ શાસ્ત્રની મદદથી તત્કાલીન ધર્મસમાજના જીવનની આછી રૂપરેખા જરૂર ઉપસાવી શકાય છે. જેમ જેમ વધારે બારીકાઈથી વિચાર કરીને તે વાંચવામાં આવે છે, તેમ તેમ તે દ્વારા તે વખતના ધર્મસમાજનું બંધારણ સારી રીતે સમજી શકાય છે. શ્રીમદે આમ તો પોતાના જમાનાનું વાસ્તવિક ચિત્ર વર્ણવ્યું છે, પણ વસ્તુતઃ આવી વિષમ સ્થિતિ ધર્મ અને ઉપાસનાના ક્ષેત્રે અનાદિ કાળથી ચાલી આવે છે. આવી પરિસ્થિતિ ફક્ત શ્રીમના સમયની જ ન હતી. શ્રીમદ્ પહેલાં પણ એવું ચિત્ર હતું અને કમભાગ્યે તે હજુ પણ વિલીન થયું નથી. ધર્મભાવના પ્રત્યે શ્રીમદ્રની અસાધારણ જાગરૂકતા જોતાં તેમનાં લખાણોમાં સમાજના ધાર્મિક અંશોનું આવું પ્રતિબિંબ પડવું સ્વાભાવિક છે. તેમનું નિરીક્ષણ કેટલું માર્મિક છે તેની પ્રતીતિ અલ્પ પંક્તિઓમાં જ તેમણે કરાવેલ ધર્મસમાજનાં દર્શનથી થાય છે. તેમનું કથન ધર્મચિકિત્સક તરીકેના તેમના સૂક્ષ્મ અવલોકનનો પરિચય કરાવ્યા વિના રહેતું નથી. તેમના સાહિત્ય ઉપરથી જોઈ શકાય છે કે તેમણે જીવનનાં અનેક પાસાંઓ કસીને મૂલવ્યાં છે, જે તેમની પરીક્ષણશક્તિની સચોટતા સુપ્રતીતિ કરાવે છે. સ્વમતિકલ્પનાએ પ્રવર્તન કરી રહેલા તત્કાલીન ધર્મસમાજ સામે તેમણે પૂરી તટસ્થતાથી લાલબત્તી ધરી છે, ઠેકાણે ઠેકાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org