Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 435 ઊભા થયાં છે. જેમ કે સાંખ્ય અને વેદાંત દર્શન આત્માને એકાંત અબંધ માને છે, બૌદ્ધ દર્શન આત્માને એકાંત ક્ષણિક માને છે. જૈન દર્શનમાં દરેક વસ્તુને જુદા જુદા દષ્ટિકોણથી તપાસવામાં આવે છે. તેમાં જુદા જુદા નય દ્વારા આત્માનાં જુદાં જુદાં રૂપો ગ્રહણ કરીને આત્માનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવે છે. અન્ય દર્શનો એક એક નયનાં મંતવ્યો રહે છે, જ્યારે જૈન દર્શન સર્વ નયનું સાપેક્ષપણે ગ્રહણ કરે છે. અન્ય દર્શન અંશગાહી છે, જૈન દર્શન સર્વાશાહી છે. સર્વ દર્શનોને પોતાના વિશાળ અંગમાં સમાવી લે એવી જૈન દર્શનની અદ્ભુત ઉદારતા, વિશાળતા, સમર્થતા અને ચમત્કૃતિ છે. જેમ વડલાની છાયામાં બધા બેસી શકે તે રીતે જૈન દર્શનમાં અન્ય સર્વ મત સમાઈ જાય છે. અનેકાંતદર્શીપણાના કારણે જૈન દર્શનનું સર્વદર્શનવ્યાપકપણું છે, અર્થાત્ યથાયોગ્ય ન વિભાગ પ્રમાણે અન્ય દર્શન કોઈ એક નયની અપેક્ષાએ સાચાં છે એમ જૈન દર્શન સમાધાન કરે છે. અન્ય દર્શનો એકદેશીય હોવાથી સર્વદેશીય જૈન દર્શનમાં પૂર્ણપણે વ્યાપી શકતા નથી; તેથી અન્ય દર્શન પૂર્ણ સત્ય નથી, પરંતુ અમુક અંશે સાચાં છે એમ સમજી તેની સ્થાપના કરવા યોગ્ય છે. કોઈ પણ દર્શનની અવગણના કરવા યોગ્ય નથી. શ્રી જિનેશ્વર ભગવાને સાપેક્ષવાદની અમૂલ્ય ભેટ આપી છે, તેથી મહાપુરુષો વિરોધી લાગતી વાતો માટે વિવાદ કરી સંઘર્ષ ઊભો કરતા નથી. મહાપુરુષો વાદવિવાદમાં ન ઊતરતાં ભિન્ન ભિન્ન નય દ્વારા દરેક પદાર્થના સત્યાંશને ગ્રહણ કરે છે અને તે રીતે વિવાદનો અંત લાવે છે. મહાપુરુષોને નાની - અપેક્ષાવિશેષની મર્યાદાનું યથાર્થ ભાન હોય છે અને તેઓ યથાયોગ્ય નયવિભાગ કરી જાણે છે, તેથી તેઓ નિર્પક્ષ થઈ, સર્વ દર્શનોના દૃષ્ટિબિંદુને યથાર્થપણે ગ્રહે છે. આમ, જૈન દર્શન સર્વ નયથી પરિપૂર્ણ છે. તે સર્વ દર્શનોમાં ગૌરવભર્યું સ્થાન ભોગવે છે. એક જૈન દર્શનમાં સર્વ દર્શનો સમાઈ જાય છે, તેથી તે જૈન દર્શન દરેક રીતે આરાધવા યોગ્ય છે. પરમ ઉપાદેય જૈન દર્શનમાં છ પદનું એવું અપરિહાર્ય મહત્ત્વપૂર્ણ સ્થાન છે કે એની સમજણ વિના જૈન દર્શનનું હાર્દ સમજી શકાતું નથી. આ છ પદના મહત્ત્વપૂર્ણ વિષયને ષડ્રદર્શનના પરિપ્રેક્ષમાં સમજાવવાનો શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સફળ પ્રયાસ કર્યો છે. આ પર્ષદ સાથે પ્રદર્શનનું અનુસંધાન દર્શાવતાં શ્રીમદ્ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૪૪મી ગાથામાં લખે છે - ‘ષસ્થાનક સંક્ષેપમાં, ષટદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.' (44) આ પ્રકારે શ્રીમદે ષડ્રદર્શન સાથે અતિ નિકટનો સંબંધ ધરાવતાં છ પદનું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિરૂપણ કર્યું છે. તેમણે પદર્શન અંગે કેટલું સૂક્ષ્મતમ ચિંતન કર્યું હતું અને પ્રદર્શનના તાત્પર્યરૂપ તત્ત્વરહસ્ય ઉપર તેમનું કેવું અદ્ભુત સ્વામિત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org