Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 434 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હતી એવું કિંચિત્માત્ર પણ નથી. આમ, આ પ્રદર્શનનું ઊંડું તત્ત્વમંથન કરતાં શ્રીમ નિઃસંશય આત્મનિશ્ચય થયો હતો અને તેની વજલેપ છાપ તેમના જીવન ઉપર પડી હતી, એટલું જ નહીં પણ તેના ફળરૂપે તેમણે પ્રદર્શનના નિચોડરૂપ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી હતી. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે શ્રીમદ્દ જૈન દર્શનની પ્રમાણિતાનો નિશ્ચય વજલેપ જેવો દઢ હતો, છતાં તેમને જૈન દર્શનનો કિંચિત્માત્ર પણ પક્ષપાત કે આગ્રહ ન હતો. ઊલટું તેઓ અત્યંત નિરાગ્રહી હતા. તેમને કોઈ મતના અભિનિવેશરૂપ ખેંચતાણ ન હતી, પરંતુ તેમણે સત્ય વસ્તુનો મુક્ત કંઠે, મુક્ત હૃદયે સ્વીકાર કર્યો હતો. તેમને સર્વ દર્શન પ્રત્યે સમદષ્ટિ હતી, કોઈ પણ દર્શન પ્રત્યે સહેજ પણ રાગબુદ્ધિ કે દ્વેષબુદ્ધિ ન હતી. પદર્શનમીમાંસાના અભ્યાસ વખતે પણ તેમનું વલણ નિષ્પક્ષપાત હતું. શ્રીમદ્ના એક રોમમાં પણ અન્ય દર્શનો પ્રત્યે સહેજ પણ ન્યૂન ભાવ રાખવાની તેમજ જૈન દર્શન પ્રત્યે વિશેષ ભાવ રાખવાની ઇચ્છા ન હતી. તેમના વિચારોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ સમજાય છે કે તેમને કોઈ દર્શનનું કિંચિત્માત્ર પણ મમત્વ ન હતું. તેમનું લખાણ જોતાં કોઈ એમ નહીં કહી શકે કે તેમણે જૈન દર્શનના મમત્વના કારણે જૈન ધર્મના સિદ્ધાંતોને સત્યરૂપે સ્વીકાર્યા હતા. તેમણે પદર્શનનાં તત્ત્વનો ઊહાપોહ મતદષ્ટિથી નહીં પણ કેવળ સત્રષ્ટિથી જ કર્યો હતો. મતભેદાતીત શ્રીમને મતનો આગ્રહ ન હતો, માત્ર સત્ શું છે એ જ શોધવાની દૃષ્ટિ હતી. તેમના આત્મામાં તો સર્વ પ્રદેશે સર્વત્ર નિરાગ્રહ દૃષ્ટિ જ હતી. તેમણે ઠેકાણે ઠેકાણે મત-દર્શનનું મમત્વ મૂકવાની જ વાત કરી છે. જેમ છે તેમ વસ્તુતત્ત્વનું યથાર્થપણે સંશોધન કરી આત્માનું કલ્યાણ જ કરવું, આત્માર્થ જ સાધવો, આત્મત્વ જ પામવું એ જ એક દષ્ટિ શ્રીમના જીવનમાં સર્વત્ર વ્યાપક હતી અને તે આત્મત્વ પામવા માટે જે દર્શનની શિક્ષા પ્રમાણભૂત હોય, તેનો મુક્ત કંઠે સ્વીકાર કરવો એ જ તેમનો મુખ્ય ઉપદેશ હતો. આમ, સર્વથા નિરાહીપણે સત્યગાહી મધ્યસ્થ દૃષ્ટિથી શ્રીમદ્ ષડ્રદર્શનની તુલનાત્મક મીમાંસા દ્વારા જૈન દર્શનની પરમ પ્રમાણતા સિદ્ધ થઈ હતી. ઉદાર દષ્ટિવાળા નિષ્પક્ષપાત પુરુષોને સર્વ દર્શનોની પરીક્ષા કરતાં સર્વ દર્શનો જૈન દર્શનના અંગરૂપ ભાસે છે. જૈન દર્શન એટલું વિશાળ અને વ્યાપક છે કે તેમાં અન્ય સર્વ દર્શનોનો સમાવેશ થઈ જાય છે. જૈન દર્શનમાં અન્ય દર્શનોની પ્રત્યેક દૃષ્ટિનો સમાવેશ થાય છે. જૈન દાર્શનિકોએ પોતાના અનેકાંતવાદી દૃષ્ટિકોણનું પ્રતિપાદન સ્યાદ્વાદશૈલીથી કર્યું છે. સ્યાદ્વાદશૈલીમાં તેઓ નયનો પ્રયોગ કરે છે, જે વસ્તુના એક એક અંશને વિષય બનાવે છે. તેમાંથી માત્ર કોઈ એક નયનો આગ્રહ સેવવાના કારણે ભિન્ન ભિન્ન દર્શનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org