Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 433 માન્યતા છે તેની કોષ્ટકરૂપ તારવણી કરી છે, જે તેમનો તે દર્શનો અંગેનો તલસ્પર્શી અભ્યાસ દર્શાવે છે. હાથનોંધ ૧-૩૬માં તેમણે બુદ્ધિ અને આત્મા અંગેની ભિન્ન ભિન્ન માન્યતાઓની ટૂંકી નોંધ કરી છે. હાથનોંધ ૧-૬૨માં પોતે વિવિધ પ્રકારના મતમતાંતર સંબંધી વિચાર કર્યો છે. દર્શનો તથા સંપ્રદાયોનું મંથન કરી તત્સંબંધી નોંધ કરી છે. હાથનોંધ 1-1, 1-72, 1-78, ૧-૮૧માં પણ તેમણે જૈન, વેદાંત આદિ દર્શનોની સંક્ષેપમાં મીમાંસા કરી છે. પ્રદર્શનમીમાંસા અંતર્ગત પત્રાંક 500, ૨૯૭માં તેમણે વેદાંત અને જૈન દર્શનની તુલનાત્મક વિચારણા પણ પ્રકાશી છે. પત્રાંક 711, 758 આદિમાં પણ શ્રીમદે પદર્શનની આત્મા-ઈશ્વર આદિ અંગેની માન્યતાનું તલસ્પર્શી પૃથક્કરણ કર્યું છે, તેમજ ગાંધીજી આદિ ઉપરના પત્રોમાં તથા શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા સાથેના સત્સંગપ્રસંગોમાં સ્થળે સ્થળે ‘પદર્શનસમુચ્ચય' આદિ દાર્શનિક ગ્રંથોનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. આ સર્વ દર્શાવે છે કે શ્રીમદે પદર્શનની ઊંડી મીમાંસા કરી હતી. તેમનાં લખાણોમાં જૈન દર્શનની સર્વોપરીતા બતાવતા ઉલ્લેખો પણ સ્થળે સ્થળે દશ્યમાન થાય છે. જૈન દર્શનની પ્રમાણતા તેમને કેવી આત્મપ્રતીત થયેલી તેનો સ્પષ્ટ નિર્દેશ “મોક્ષમાળા'ના પાઠોમાં મળે છે. પત્રાંક ૩૨૨માં તેમણે જૈન દર્શનની યથાર્થતા બતાવી છે. હાથનોંધ ૧-૬૧માં તેમણે જિનેશ્વર ભગવાનનાં વચનને શા માટે પોતે સર્વથી અધિક પ્રમાણભૂત માને છે તેની મીમાંસા કરતાં પોતાને થયેલું પ્રમાણસિદ્ધપણું નિખાલસતાથી ઉદ્યોપ્યું છે. હાથનોંધ ર-૨૧માં પણ તેમણે જિનેશ્વર ભગવાન દ્વારા નિરૂપિત પદાર્થવ્યવસ્થા યથાર્થ છે એમ પ્રકાણ્યું છે. તેમણે ખેડાના વેદાંતી પુજાભાઈ સોમેશ્વર ભટ્ટને આત્માનાં અસ્તિત્વ, અનેકતા આદિ બાબત અનુભવસિદ્ધ ઉત્તરો આપી વેદાંતાદિનું અપ્રમાણપણું દર્શાવ્યું છે. તેવા જ પૂર્ણ આત્મનિશ્ચયાત્મક ઉત્તરો તેમણે ‘ઉપદેશછાયા' (આંક-૯૫૭/૬)માં આપ્યા છે. અન્ય એક ઉપદેશપ્રસંગમાં તેમણે જૈન દર્શનની ઉત્તમતા અને અન્ય દર્શનનાં તુલનાત્મક યથાસ્થિત સ્થાન અંગે છે વૈદ્યોનું માર્મિક દૃષ્ટાંત આપી, તેનો અનુપમ ઉપનય ઘટાવ્યો છે. અક્ષરે અક્ષરે પરમ સત્યનો રણકાર કરતાં શ્રીમનાં વચનો સ્વયંસિદ્ધ કરે છે કે શ્રીમદ્ જિનવચનોનાં મૂલ્યાંકનમાં પણ પરમ પ્રમાણભૂત ચોકસાઈ દાખવે છે. ખ્યાલ આવે છે. તેમણે જૈન દર્શન તેમજ અન્ય દર્શનોને બરાબર તપાસ્યા પછી જ જૈન દર્શનની પ્રમાણતાનો સ્વીકાર કર્યો હતો. મધ્યસ્થ દષ્ટિએ કરેલ અભ્યાસના અંતે તેમને માત્ર શ્રી જિને કહેલું આત્મસ્વરૂપ જ પૂર્ણપણે અવિરોધી ભાસ્યું હતું. જૈન દર્શનમાં પરસ્પર વિરોધી જેવાં લાગે છે તે કારણોના યોગ્ય સમાધાન પછી જ તેમને જૈન દર્શનની પૂર્ણ પ્રતીતિ થઈ હતી. જૈનના વિશેષ પરિચયના કારણથી અથવા અન્ય દર્શનોનું સ્વરૂપ નહીં અવલોક્યું હોવાથી શ્રીમદે જૈન ધર્મના તત્ત્વાર્થની પ્રતીતિ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org