Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 436 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હતું તે તેમાં છતું થાય છે. તેમણે દર્શનના ભાવો પ્રગટ કરી, અંતે સર્વનો સમન્વય પણ કર્યો છે. તેમના હૃદયમાં જૈન દર્શનનાં તત્ત્વો સમ્યકપણે પરિણમ્યાં હતાં. દ્રવ્યાનુયોગમાં તેઓ ઊંડા ઊતર્યા હતા, તેથી અન્ય દર્શનોએ માનેલા આત્મતત્ત્વમાં કેવી રીતે વિરોધ આવે છે તેનો સ્પષ્ટ ચિતાર તેમણે આપ્યો છે. અનેક નયની અપેક્ષાએ આત્મતત્ત્વને જાણીને જ આવો ઉત્તમ ચિતાર આપી શકાય તેમ છે. વળી, તેમનું અર્થગાંભીર્ય પણ પ્રસંગે પ્રસંગે પ્રગટ થાય છે. જેમ કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ માત્ર 32 શ્લોકપ્રમાણ અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા' માં, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ માત્ર 87 શ્લોકપ્રમાણ ‘પદર્શનસમુચ્ચય'માં, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “સમ્યકત્વ જસ્થાન ચઉપઇ' માં માત્ર 124 કડીમાં પદર્શનનું પ્રકાશ્ય છે. તેમ શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં માત્ર 74 ગાથા(૪૫ થી ૧૧૮)માં ગુરુશિષ્યસંવાદરૂપે છએ દર્શનોનો સાર આપ્યો છે અને સ્યાદ્વાદશૈલીથી જૈન દર્શનની ઉત્તમતા પણ બતાવી છે. આ ગ્રંથ ઉપરથી અનુભવજ્ઞાનને શબ્દબદ્ધ કરનાર શ્રીમદ્ભા અપાર જ્ઞાનસામર્થ્યનો ખ્યાલ આવે છે. તેમણે ગ્રંથરૂપ ગાગરમાં જ્ઞાનરૂપ સાગર સમાવી દીધો છે. તત્ત્વદર્શનયુક્ત છ પદને કાવ્યાત્મક શૈલીએ રજૂ કરી, વાચકના પ્રબળ પ્રેરણારૂપ છે. તેના માધ્યમથી સર્વિચારણાનાં અનેક દ્વાર ઉદ્ઘાટિત થાય છે અને અંતરમાં રહેલા સંશયોનું સમાધાન થાય છે. છ પદના સ્વરૂપનું પ્રકાશ કરવાના પ્રયોજનવાળા કૂટ પ્રશ્નોના શ્રીમદે જે યુક્તિપૂર્વક ઉત્તરો આપ્યા છે તે વાંચી, વિચારી, તે અનુસાર છ પદમાં શ્રદ્ધા કરવા યોગ્ય છે. આમ, પૂર્વાચાર્યોના વારસાને પ્રાપ્ત કરીને શ્રીમદે આત્માનાં છ પદ વિષે અનુભવસિદ્ધ વાણીમાં શાસ્ત્રીય વર્ણન કર્યું છે. અન્ય દર્શનના નિરસનપૂર્વક જૈન દર્શનની દૃષ્ટિએ છ પદને પ્રદર્શિત કરી, પૂર્વાચાર્યોની પરંપરામાં એક મહત્ત્વની કડીને ઉમેરી છે. પદર્શનના મહાન જ્ઞાતા શ્રીમદે ષડ્રદર્શનના રહસ્યથી ભરપૂર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી, તત્ત્વરસિક જીવો ઉપર અત્યંત મહાન ઉપકાર કર્યો છે. (3) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - આ અવનિનું અમૃત વિશ્વકલ્યાણકર વીતરાગ શાસનનું રખોપું કરવાના પવિત્ર આશયથી શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં વિભિન્ન એકાંત મતો દ્વારા કરાતી ધર્મની મિથ્યા પ્રરૂપણાનું નિરસન કરી, શાશ્વત સત્યોનું પ્રકાશન કર્યું છે. તેમણે સમાજમાં ચાલી રહેલી ધર્મની અંધાધૂંધી તથા આડંબરો ઉપર દઢ પ્રહાર કરી, અજ્ઞાનને વશ થયેલા અને એકાંત મતથી ગ્રસ્ત થયેલા જીવોનું નિરૂપણ કરી, લોકોમાં આત્મજાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org