Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તત્ત્વપ્રેરક પંક્તિમાં રસના સાગર ઊછળતા અનુભવાય છે.
શ્રીમદ્ આખી કૃતિ દરમ્યાન ભાષાસૌષ્ઠવ, મૌલિકતા તથા મિષ્ટતાનો એકસરખી રીતે અવિચ્છિન્નપણે આસ્વાદ કરાવી શક્યા છે. તેઓ શ્રેષ્ઠ પંક્તિના લેખકની સર્વ વિશિષ્ટતા જાળવી શક્યા છે અને એક અક્ષર પણ ન્યૂનાધિક લખ્યા વગર, સાહિત્ય અપેક્ષાએ અતિ ઉત્તમ કાવ્ય નીપજાવી શક્યા છે. આ ફળશ્રુતિ એ તેમની સાહિત્યકાર તરીકેની મહત્તામાં ખાસ વધારો કરનારી છે.
જૈન કવિઓમાં મહાસમર્થ કવિ તરીકે જેની ગણના થાય અને સર્વ કાળના સમર્થ કવિઓની હરોળમાં બેસી શકે એવા શ્રીમદ્ એક મહાપ્રતાપી કવિ હતા. ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત સર્જનકાર એવા શ્રીમદે પોતાના સાહિત્ય દ્વારા આગમસિદ્ધાંતના તત્ત્વજ્ઞાનનું અમૃત સામાન્યજન સુધી પહોંચાડ્યું છે. તેમનાં લખાણોમાં ઉત્સાહવર્ધક પ્રેરણાઓ છે. સુંદર સત્યોના અંબાર છે; તેથી એ લખાણોનું જીવન સફળ છે, ચિરંજીવી છે. તેમની કૃતિઓ ગુજરાતના એક મહાકવિની પ્રસાદી તરીકે વંદાઈ છે. પંડિત સુખલાલજી પ્રકાશે છે કે –
..... આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દષ્ટિએ, વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્ર વિષયક ગુજરાતી સાહિત્યની દષ્ટિએ, શ્રીમદ્ભાં લખાણોનું ભારે
મૂલ્ય છે.”૧
શ્રીમદ્ભા સંપૂર્ણ સાહિત્યમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' કલગી સમાન છે. સુંદર તથા પ્રૌઢ રચના, સરળ તથા સુબોધક ભાષા, પ્રસાદમય અને કોમળ શૈલી આદિના કારણે તે એક અદ્વિતીય કલાકૃતિ બને છે. એનું માત્રામેળ છંદોબદ્ધ કાવ્યસ્વરૂપ, સચોટ અને સમુચિત ઉપમા, દષ્ટાંત, રૂપક આદિ અર્થાલંકારો, ભાષા પરનું પ્રભુત્વ, શબ્દલાઘવ, અર્થગાંભીર્ય, સ્પષ્ટ અને સચોટ નિરૂપણ શૈલી આદિ અનેક ગુણોના કારણે તે ઉચ્ચ ગ્રંથોની હરોળમાં બેસી શકે એવો ગ્રંથ ઠરે છે. શબ્દોની રચના, પસંદગીની ઉચિતતા, રચનાની સરળતા, ભાષાની પ્રૌઢતા અને કાવ્યની રસિકતા અનેક દૃષ્ટિબિંદુઓથી જોતાં આનંદકારક લાગે છે. તેમાં ભાષાની અકૃત્રિમતા અને સર્જકની વિદ્વત્તા ઓતપ્રોત ઝળક્યા કરે છે. તેમાં રહેલી ચારુતા તેમજ ભાવની ઋજુતા વાચકના લક્ષમાં આવ્યા વિના રહેતી નથી. મૃદુતા અને માધુર્ય તેમની કલમમાંથી ટપકી રહેલાં દેખાય છે. શ્રીમની વાણી એવી તો રસવતી અને મધુર છે કે તેને વિષે કહેવાનું મન થાય કે પોતાની મધુરતા જાણે મધે તેને વેચી દીધી, દ્રાક્ષે આનંદથી ભેટ આપી, દૂધે તેને પાત્ર માનીને આપી, શેરડીએ શરણાગત થઈ અર્પણ કરી અને ચોરના ડરથી અમૃત સાચવવા આપી; એટલા માટે જ તો શ્રીમની વાણીને અદ્ભુત માધુર્યની ચિરસમૃદ્ધિ ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org