Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
હતા, પ્રયોગસિદ્ધ સમયસારનું દર્શન કરવું હોય કે પરમાત્મપ્રકાશનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ સમાધિશતકનું દર્શન કરવું હોય કે પ્રશમરતિનું દર્શન કરવું હોય, પ્રયોગસિદ્ધ યોગદષ્ટિનું દર્શન કરવું હોય કે આત્મસિદ્ધિનું દર્શન કરવું હોય, તો જોઈ લો, “શ્રીમદ્ ! તે તે સમયસારાદિ શાસ્ત્રોમાં વર્ણિત કરેલા ભાવનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ જોઈતું હોય તો જોઈ લો શ્રીમદ્દનું જીવનવૃત્ત! અને શ્રીમદ્ એવા પ્રત્યક્ષ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલા પુરુષ છે, એટલે જ એમણે પ્રણીત કરેલ “આત્મસિદ્ધિ' આદિમાં આટલું બધું અપૂર્વ દેવત પ્રગટ અનુભવાય છે.”
આ અભૂતપૂર્વ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જગતના સર્વ જીવોને અનંત ઉપકારી છે. મોક્ષાભિલાષી જીવોને પથદર્શક રૂપ સાહિત્યના ઉત્તમ સર્જક એવા શ્રીમો આ આધ્યાત્મિક ગ્રંથ સાધનારૂપ વૃક્ષને હંમેશ માટે લીલુંછમ રાખવા અમૃત જળ સમાન છે, અનાદિ કાળના મહામોહનીય કર્મને ભેદવા વજ સમાન છે. શ્રુત અને અનુભવનો સુયોગ સાધી શ્રીમદે સાધકો માટે મોક્ષનાં દ્વાર ખુલ્લાં કરી નાખ્યાં છે એમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી. આ ગ્રંથમાં મતાર્થી-આત્માર્થીનાં લક્ષણો, છ પદનાં તર્કપૂર્ણ શંકા-સમાધાન, બોધબીજપ્રાપ્તિકથન, ઉપસંહાર આદિ એટલાં કુશળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યાં છે કે આધ્યાત્મિક ક્ષેત્રના કોઈ પણ રસિકજન માટે એ આકર્ષણનું તત્ત્વ બની રહે છે. આવા અદ્ભુત ગ્રંથનું હવે આધ્યાત્મિક દષ્ટિએ મૂલ્યાંકન કરીએ. (૧) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - આત્માનું ઉપનિષદ
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - મંથના નામ અનુસાર શ્રીમદે તેમાં આત્મસિદ્ધિ થવા અર્થે જરૂરી એવા આત્મભાવને જાગૃત તથા પુષ્ટ કરવા છ પદની પ્રરૂપણા કરી છે. જીવ જડભાવોથી મુક્ત થઈ, આત્મભાવને પામે તે જ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું લક્ષ છે અને તે માટે શ્રીમદે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, એવું શુદ્ધ સ્વરૂપ હોવા છતાં તેની વર્તમાન અશુદ્ધ અવસ્થા કેવી છે, તેનું કારણ શું છે તથા નિજ શુદ્ધતારૂપ મોક્ષ અને તેની પ્રાપ્તિના ઉપાયની સમજણ આપી છે. જેમ જગતના સ્વરૂપને સમજવા માટે છ દ્રવ્યના સ્વરૂપને સમજવાની આવશ્યકતા છે, તેમ આત્માના સ્વરૂપને સમજવા માટે છ પદની મીમાંસાને સમજવાની આવશ્યકતા છે; તેથી તેમણે આ ગ્રંથમાં છ પદની દેશના પ્રકાશી છે. જેમ વેદનું રહસ્ય સમાવીને રચાયેલ ‘ઉપનિષદ્' બહ્મવિદ્યાનું પ્રતિપાદન કરતો તાત્ત્વિક ગ્રંથ છે, તેમ આત્માને લગતું સર્વ રહસ્ય સમાવીને રચાયેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આત્મજ્ઞાનની પ્રાપ્તિની વિદ્યાનું પ્રતિપાદન કરતો તાત્ત્વિક ગ્રંથ છે; તેથી જો આ ગ્રંથને ‘આત્મોપનિષદ' જેવું ગુણનિષ્પન્ન નામ આપવામાં આવે તો ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org