Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૨)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પોતાની કવિત્વશક્તિથી બીજાને આંજી નાખવાની ઇચ્છા છે. તેમની રચનાઓનું એકમાત્ર ધ્યેય પરમસત્યરૂપ આત્મતત્ત્વને અજવાળવાનું છે. તેમને પ્રત્યેક સાધકને ઉપયોગી થાય અને તેના હૃદયના તાર ઝણઝણાવી મૂકે એવો ગ્રંથ લખવો હતો. તેમને સંથકાર તરીકે નામના કાઢવી ન હતી, પણ નિષ્કામ કરુણાદૃષ્ટિથી પરોપકાર કરવો હતો. તેમનો આશય તો જીવને અંતર્મુખ બનાવવા સરળ અને રોચક ભાષામાં આત્મવિષયક બોધ આપવાનો હતો. શ્રીમન્ની આવી ઉન્નત ભૂમિકા જોયા પછી તેમને કવિ, સર્જક, પંડિત, વિદ્વાન કે સાક્ષર કહી તેમનું મૂલ્યાંકન સાચી રીતે કર્યાનો સંતોષ જરા પણ યોગ્ય ઠરતો નથી. તેમને તો જ્ઞાની જ કહેવા યોગ્ય છે. શ્રીમની સાહિત્યિક રચનાઓમાં પણ અધ્યાત્મભાવો જ ઊછળી રહ્યા છે. લઘુ વયથી જ તેઓ અધ્યાત્મવિકાસ માટે પુરુષાર્થ હતા, તેથી જ અઠ્યાવીસ વર્ષની ભરયુવાનીમાં તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા આત્મવિષયક અનુપમ ગ્રંથની રચના કરી હતી. તેની પ્રત્યેક ગાથામાં તેમણે અધ્યાત્મને જ મુખ્ય રાખ્યો છે અને આત્મવિકાસના માર્ગ તરફ જ સંકેત કર્યો છે. શ્રી દિનુભાઈ પટેલ લખે છે કે –
શ્રીમદ્ રાજચંદ્રની લાક્ષણિક શૈલીમાં આત્મસિદ્ધિશાસ્ત્ર લખાયું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચનારને સાચે જ અનુભવ થાય છે કે આ શાસ્ત્ર કોઈ પણ વ્યાવહારિક ધર્મને વળગી રહેતું નથી. પોતાના વાચનમાં અને અનુભવમાં આવેલા, જુદી જુદી કક્ષાના મુમુક્ષુ જીવોના નિઃશ્રેય-કલ્યાણ અર્થે, ભૂતકાળમાં થયેલા આત્મજ્ઞાનીઓના અનુભવોને લક્ષમાં લઈ ટૂંકામાં છ સિદ્ધાંતો આત્મસિદ્ધિમાં બહુ જ સરળ ભાષામાં અને હૃદયંગમ શૈલીમાં પ્રરૂપ્યા છે.”
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પૂર્વાચાર્યોએ ચિતવેલું તત્ત્વજ્ઞાન સંક્રમે છે. તેમાં ચર્ચાયેલા વિષયો પૂર્વાચાર્યોના ગ્રંથો ઉપર સ્વતંત્ર ભાવે કરાયેલા તેમના ઊંડા ચિંતનમાંથી આવેલા છે. આ વિષયો દાર્શનિક, તર્કપ્રધાન અને શાસ્ત્રસિદ્ધ છે. શ્રીમદે પૂર્વાચાર્યોનાં શાસ્ત્રોનું પરિશીલન કરી, તેનો અર્ક સર્વસાધારણજન સુધી પહોંચાડ્યો છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તો આધ્યાત્મિક ગ્રંથોનો સાર છે. આત્મજ્ઞાનની પરમોચ્ચ ભૂમિકાએ પહોંચેલા શ્રીમદે અત્યંત સરળતાથી તેમાં શાસ્ત્રોનો નિચોડ રજૂ કર્યો છે. સર્વ શાસ્ત્રોનાં રહસ્યો આ એક ગ્રંથમાં સમાવેશ પામી જાય છે. તેમના ગ્રંથ ઉપર અનેક વિદ્વાનોએ વિચારવિમર્શ કર્યા છે, તેના ઉપર અનેક વ્યાખ્યાનો થયાં છે, તેમાં અનેક વિવેચનો અને ભાષાંતરો છપાયાં છે; પરંતુ શ્રીમન્ના એક પણ વાક્યને કોઈ શાસ્ત્રશૈલીથી વિરુદ્ધ બતાવી શક્યું નથી. ‘શ્રી આચારાંગ સૂત્ર', ‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર', ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ અને ‘સમયસાર', ‘પ્રવચનસાર' જેવા પ્રાકૃત ગ્રંથોમાં જે વિચાર જુદી ૧- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org