Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
દેહાદિ સંયોગોમાં જ્ઞાનીને કશે પણ પોતાપણું થતું નથી. તેમને આત્મામાં જ પોતાપણું દૃઢ થયું હોય છે, નિજસ્વરૂપમાં જ અહંનું સ્થાપન થયું હોય છે. દેહમાંથી અહંપણું ખસી જઈ નિજભગવાન આત્મામાં સ્થપાયું હોય છે. દેહ ઉપરનો તેમનો માલિકીભાવ છૂટી ગયો હોય છે. તેમને પોતાના સ્વરૂપ સાથે જ તન્મયતા હોય છે, દેહ સાથે બિલકુલ તન્મયતા હોતી નથી, માત્ર ભિન્નતા જ હોય છે. તેમને દેહ એક આવરણરૂપ લાગે છે. તેઓ તેનાથી અલગ થઈ ગયા હોય છે. તેઓ દેહથી પોતાને સર્વ પ્રકારે સ્વતંત્ર જાણે છે. તેઓ દેહમાં હોવા છતાં દેહમાં નથી રહેતા. દેહમાં વસવા છતાં તેમને એ બોધ જાગૃત રહે છે કે ‘હું દેહ નથી, પણ તેનાથી ભિન્ન એવો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યાત્મા છું, જ્ઞાનજ્યોતિ છું. હું માત્ર જ્ઞાન છું અને જ્ઞાન સિવાય કંઈ જ નથી. આ દેહ સાથે મારે કોઈ સંબંધ નથી. ન હું દેહ છું, ન દેહ મારો છે, ન હું તેની ક્રિયાનો કર્તા છું કે ન તેની અવસ્થાનો ભોક્તા છું. દેહ એ માત્ર સંયોગ છે. દેહ એ માત્ર મારું શેય છે.' જ્ઞાની પોતાને જ્ઞાતાપણે અને દેહને શેયપણે જાણે છે. તેમને શુદ્ધ જ્ઞાયકભાવ પ્રગટ્યો હોય છે. પરમાર્થ સમકિતની પ્રાપ્તિ થઈ હોવાથી તેમના જ્ઞાયકજીવનનું મંડાણ થયું હોય છે. તેમની ચેતના દેહને નિરંતર સાક્ષીભાવે નિહાળે છે.
૩૬૨
જ્ઞાની જાગૃતાવસ્થામાં તો દેહાતીતપણે વર્તે જ છે, પરંતુ નિદ્રાવસ્થામાં પણ દેહાતીતપણે વર્તે છે. તેમને સુષુપ્તિમાં પણ આત્મપ્રતીતિ રહે છે. તેઓ સુષુપ્તિમાં પણ જાગતા રહે છે. જ્ઞાની કદી સૂતા નથી. એવું નથી કે તેમનો દેહ કદી સૂતો નથી; તેમનો દેહ તો સૂએ છે, પરંતુ માત્ર દેહ જ. દેહને વિશ્રામની જરૂર પડે છે, ચેતનાને વિશ્રામની કોઈ જરૂર પડતી નથી. દેહને ઇંધન જોઈએ અને વિશ્રામ પણ જોઈએ. જ્ઞાનજ્યોતિને ન ઇંધનની જરૂર છે અને ન વિશ્રામની. તે શુદ્ધ ચૈતન્યમય, નિત્ય શાશ્વત છે. જાણતા રહેવું એ જ તેનું કામ અને રાગ-દ્વેષ વિના જાણતા રહેવું એ જ તેનો વિશ્રામ. જ્ઞાનીનો દેહ વિશ્રામ કરે છે, પરંતુ જ્ઞાની કદી નિદ્રાધીન નથી થતા. તેઓ હંમેશ બોધપૂર્ણ જ રહે છે. દેહ છતાં દેહાતીત દશાવાન એવા જ્ઞાનીપુરુષને નિદ્રામાં પણ આત્મપ્રતીતિ જાગૃત રહે છે. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણે અવસ્થામાં તેમને શુદ્ધ ચેતનાનો બોધ જાગૃત રહે છે. તેઓ આ ત્રણે અવસ્થાથી પર હોય છે. તેઓ આ ત્રણે અવસ્થામાંથી પસાર થાય છે, પરંતુ તે ત્રણે અવસ્થામાં ભિન્નતાનો બોધ તેમને સદૈવ જાગૃત રહે છે. તેમનું ભેદજ્ઞાન સતત ચાલુ રહે છે. ભેદજ્ઞાન તેમનો અખંડ જાપ હોય છે. શ્રીમદ્ કહે છે
‘દેહ અને આત્માનો ભેદ પાડવો તે ‘ભેદજ્ઞાન'; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org