Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૨
૩૬૭ તો ત્યાં પણ તેઓ સતત આત્મલક્ષપૂર્વક જ વર્તે છે. તેમને સતત આત્મપદાર્થનું લક્ષ હોવાથી ઉપાધિમાં પણ સમાધિ પ્રવર્તે છે. તેમની દૃષ્ટિમાં અસ્તિત્વ સતત નજરાતું હોવાના કારણે વ્યાપારાદિ સાંસારિક પ્રવૃત્તિમાં હોવા છતાં તેઓ એ સઘળામાં અનુપસ્થિત હોય છે. તેમનું ચિત્ત નિરંતર સ્વરૂપમાં જ લાગેલું હોય છે, તેથી ઉદયકર્મ ભોગવતી વખતે પણ તેઓ અનુપસ્થિત હોય છે. સ્વરૂપના નિરંતર બોધના કારણે તેઓ તેનાથી અસ્પષ્ટ રહે છે.
જ્ઞાની નિજ સુખધામને નિરંતર અનુભવે છે અને તેથી જળકમળવત્ રહેવું તેમને માટે સહજ થઈ જાય છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં અલિપ્ત રહે છે. ભોગપંકની મધ્યે રહીને પણ તેઓ જળમાં રહેલા કમળની જેમ અલિપ્ત રહે છે, ભોગપંકથી ખરડાતા નથી. કમળ જળમાં રહે છે અને તેમ છતાં જળથી દૂર હોય છે, તેમ જ્ઞાની ઉપાધિમાં હોવા છતાં તેનાથી ખૂબ ખૂબ દૂર હોય છે. તેઓ મોહમયી માયા મધ્યે પણ સદા નિર્મોહી રહે છે.
જ્ઞાનીપુરુષની વિલક્ષણતા છે કે મન-વચન-કાયાથી ગમે તે પ્રવૃત્તિ થઈ રહી હોય, તેમનો અંતર્મુખ ઉપયોગ સ્કૂલના પામતો નથી. તેમની આત્મજાગૃતિ એવી તીક્ષ્ણ હોય છે કે કર્મબંધ થવાનો અવકાશ ઉપસ્થિત થતો નથી. પ્રારબ્ધજનિત ઉદયગત પ્રવૃત્તિ થતી હોવા છતાં તેમાં અહંતા-મમતાના અભાવે કેવળ નીરસપણું હોવાથી તેમની પ્રવૃત્તિ પણ પૂર્વકર્મની નિર્જરાનું કારણ થાય છે. આચાર્યશ્રી કુંદકુંદદેવે સમયસાર'માં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવ ઇન્દ્રિયો વડે ચેતન તથા અચેતન દ્રવ્યોનો જે ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે.૧ સમ્યગ્દષ્ટિના ભોગને નિર્જરાનું કારણ કહ્યું ત્યાં ‘ભોગ સારા છે' એમ કહેવાનો આશય નથી, પણ જ્ઞાનીની દૃષ્ટિનું માહાભ્ય બતાવ્યું છે. ભોગ વખતે પણ શ્રદ્ધામાં બંધન નથી. તેમને સદા પોતાના મુક્ત સ્વરૂપનો જ આશ્રય છે, તેથી જ્ઞાનીને સદામુક્ત કહ્યા છે.
કદાપિ ઉદયમાં ઉપયોગ ખેંચાય તો જ્ઞાની ઉપયોગમાં ચારિત્રમોહના ઉદયથી ઊઠતા ભાવની પાછળ આત્માના ઊંડાણમાં રહેલ રાગભાવનું જોડાણ જાણી લે છે, પકડી પાડે છે અને પ્રબળ આત્મવીર્ય પ્રગટાવી તેને દૂર કરી નાખે છે. અસ્થિરતાવશ ઉપયોગ ઉદયમાં ખેંચાઈ જાય તો તેઓ બહુ દુઃખ અને લજ્જા પામે છે અને ભેદજ્ઞાનના બળ વડે ઉપયોગને એમાંથી પૃથક કરી લે છે. તેમનો એક જ લક્ષ હોય છે કે નિજાત્માને પરભાવથી મુક્ત કરી શુદ્ધ કરવો. તેમને એક જ લગની હોય છે કે જ્યારે હું આ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૧૯૩
'उवभोगमिंदियहिं दवाणमचेदणाणमि द र णं । जं कुणदि सम्मदिठी तं सव्वं णिज्जर णिमित्तं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org