Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૦૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” (૧૦૨) કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. (૧૦૩) કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ;
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ?' (૧૦૪) ગાથા ૩૮માં આત્માર્થની ઉપસ્થિતિ કે પ્રાપ્તિ નહીં, પણ તેનો “નિવાસ' દર્શાવ્યો છે, જે પ્રસ્તુત અલંકારનો એક પ્રકાર છે. એ રીતે ગાથા ૧૦૨, ૧૦૩, ૧૦૪માં જડ કર્મને શત્રુરૂપ ગણી તેને હણવાની વાત લખી છે, જે જડમાં સજીવનું આરોપણ થયું હોવાથી સજીવારોપણ અલંકારનો પ્રયોગ બને છે.
અલંકારશાસ્ત્રની દૃષ્ટિએ થયેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના આ અવલોકન ઉપરથી સમજી શકાય છે કે શ્રીમમાં રહેલી નૈસર્ગિક કવિત્વશક્તિ, અદ્ભુત ચિંતનશક્તિ અને સર્વોત્તમ સર્જનશક્તિના કારણે શ્રીમની કાવ્યશૈલી પ્રવાહી, સરળ, ચિત્તાકર્ષક અને ચમત્કૃતિપૂર્ણ બને છે. અલંકાર તેમજ ધ્વનિની ખૂબીઓ સહજ રીતે તેમના શબ્દોમાં વણાઈને ઊપસી આવે છે. તેમની બુદ્ધિની તથા વિચારની અપૂર્વતા, સમયોચિત અને તાત્કાલિક રૂપક-દાંતાદિની ફુરણા, જકડી રાખે તેવી કથનશૈલી ગૂંથવાની અદ્ભુત શક્તિ, શંકાનું નિરસન કરવાની કુશળતા અને વિરોધી પ્રમાણોને ભેદવાની ચપળતા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ગાથાએ ગાથાએ જોવા મળે છે અને તેથી જ તત્ત્વજ્ઞાનના આવા ગૂઢ વિષયને સરળપણે નિરૂપવામાં આ શાસ્ત્ર સમર્થ બને છે. શબ્દ અને ભાવ, બુદ્ધિ અને ચિંતન, અભિવ્યક્તિ અને અનુભૂતિ, ઉત્કૃષ્ટતા અને પવિત્રતા - સર્વ દૃષ્ટિએ શ્રીમન્ની આ પરમોચ્ચ કૃતિ ગુર્જરસાહિત્યનિધિનું સર્વોત્તમ આભૂષણ છે એમ લાગ્યા વિના રહેતું નથી. (III) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીની કાવ્યશૈલી
અધ્યાત્મસાહિત્યની ઉત્પત્તિ આત્મસંતોષ કે આત્માનંદ માટે થાય છે એ તથ્ય જેટલું ખરું છે, એટલું જ ખરું એ પણ છે કે અન્યને ઉપદેશ, માર્ગદર્શન, પ્રેરણા આપી; અન્યનાં આત્મવિકાસ, કલ્યાણ કે ઉદ્ધારમાં નિમિત્ત બનવું એ પણ અધ્યાત્મસાહિત્યની ઉત્પત્તિમાં કારણભૂત હોય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના વિષયમાં પણ આ કથનની સત્યતા સહેજે સમજી શકાય એમ છે. ગૂઢ ભાવોને ગૂંથીને અખ્ખલિત વહેતી આ પદાવલિમાં પરકલ્યાણની, નિમ્પ્રયોજન કરુણાની ઉદાત્ત ભાવના પાઠકને તરત સ્પર્શી જાય છે. શ્રીમની લેખિનીમાંથી તેમની તીક્ષ્ણ બુદ્ધિ, પ્રભાવશાળી વિદ્વત્તા, ભાષાસૌંદર્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org