Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૪૦૯ તિજોરીમાં રાખેલ ધન જેવી છે. જેમ તિજોરીમાં રાખેલાં નાણાં ધિરાય તો વ્યાજ મળે, તેમ ગુજરાતી ભાષા દ્વારા તે ગ્રંથોના ગૂઢ ભાવોને સમજાવવામાં આવે તો જ તે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથો ઉપયોગી તથા લોકપ્રિય બને.
આમ, સંસ્કૃત-પ્રાકૃત ભાષાથી અપરિચિત અને આગમાદિ ગ્રંથોના અભ્યાસ માટે અસમર્થ એવા જીવો પણ જો કૃતિને સમજીને કંઠસ્થ કરે, વારંવાર તેનું ઘોલન અને વિચારણા કરે તો તત્ત્વજ્ઞાનના હાર્દને અવશ્ય સમજી શકે. આવા શુભાશયથી શ્રીમદે આ કૃતિ સરળ અને સુબોધક શૈલીથી ગુજરાતી ભાષામાં રચીને તેમાં મોક્ષમાર્ગનું રહસ્ય પ્રતિપાદિત કર્યું છે. આ કાવ્યસર્જન દ્વારા શ્રીમદે સમાજ ઉપર મહા ઉપકાર કર્યો છે. મુંબઈ ખાતે પ્રસિદ્ધ થતાં “જૈન' સામયિકના અધિપતિ શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારી, શ્રીમદ્દની જન્મજયંતી સમારોહનો અહેવાલ આપતાં તા. ૨૮-૧૧-૧૯૦૯ના અંકમાં જણાવે છે કે –
‘... સાધારણ જનો, જેઓ સંસ્કૃત તથા પ્રાકૃત સિદ્ધાંતો અવલોકવાની યોગ્યતા નથી ધરાવતા તેઓને શ્રીમાનના છુટા છવાયા લેખો તથા આત્મસિદ્ધિશાસ્ત્ર જેવાં સૂત્ર પદ્ધતિએ રચાયેલાં કાવ્યો વ્હોટા આશીર્વાદરૂપ થઈ પડ્યાં છે. જનસમાજ ઉપર મહૂમે આ રીતે અસાધારણ ઉપકાર કર્યો છે.”
શ્રીમદ્ભી સૂક્ષ્માતિસૂક્ષ્મ ધર્માનુભૂતિને તંતોતંત શબ્દોબદ્ધ કરવામાં ગુજરાતી ભાષા કાર્યક્ષમ નીવડી છે. અધ્યાત્મના ગૂઢ ભાવો સાંગોપાંગપણે ગુજરાતી ભાષામાં શ્રીમદ્ પ્રગટ કરી શક્યા છે, તેથી આ કૃતિનું મહત્ત્વ કોઈ સંસ્કૃત-પ્રાકૃતસર્જન કરતાં જરા પણ ઓછું આંકી શકાય નહીં. (૨) ગહન વિષયનું સરળ નિરૂપણ
જગતનું મહાન કાવ્ય તો તે જ ગણી શકાય કે જેણે મનુષ્યનો જીવનપથ ઉજાળ્યો હોય. કવિતા એ મૂલતઃ જીવનની સમીક્ષા છે અને કોઈ પણ કવિની મહત્તાનો આધાર, જીવન કેવી રીતે જીવવું એ પ્રશ્નનો ઉત્તર આપી, જીવનને ઉન્નતિના પંથે પ્રેરે એવા વિચારોનો પોતાની કવિતામાં કેટલાં સૌંદર્ય અને સામર્થ્યપૂર્વક એ વિનિયોગ કરી શકે છે તેના ઉપર જ રહેતો હોય છે. કવિ હોવા ઉપરાંત જે ગંભીર તત્ત્વચિંતક નથી, તે પુરુષ કદી પણ મહાકવિ બની શકતો નથી. મહાકવિની પદવી તો જેણે કોઈ મહાન વિષયનું, એ વિષયની મહત્તાને ઉચિત એવી શૈલીમાં નિરૂપણ કર્યું હોય તેને જ આપી શકાય. મહાકવિમાં પ્રજ્ઞાની ઊંચાઈ અને હૃદયની ઊંડાઈ હોવાથી કઠિનમાં કઠિન વિષયને સરળમાં સરળ રીતે રજૂ કરવાની વિશિષ્ટ શક્તિ હોય છે. ૧- ‘શ્રીમાન્ રાજચંદ્રની જન્મજયંતી પ્રસંગે થયેલાં વ્યાખ્યાનો', પૃ.૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org