Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૯૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.... (૭) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની અત્રે ઉદ્ધત કરેલ ગાથા ૭ની પ્રથમ પંક્તિમાં ત્યાગવૈરાગ્યની અનિવાર્યતા બતાવ્યા પછી બીજી પંક્તિમાં કહ્યું કે તેમાં અટકી રહેતાં, અર્થાત્ ત્યાગ-વૈરાગ્યનો સદ્દભાવ હોવા છતાં જો તેમાં કૃતાર્થતા મનાઈ જાય તો નિજભાન ભુલાય છે. આમ, વિશેષોક્તિ દ્વારા શ્રીમદ્ આત્મવિચારની શ્રેણીને જાગૃત કરી સચોટ બોધ આપે છે. આ રીતે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સચોટતા એક સબળ અને આગવું પાસું બની શક્યું છે. ૩) વાસ્તવમૂલક અર્થાલંકાર – જે અલંકારોના મૂળમાં વિરોધ નહીં પણ વાસ્તવિકતા રહેલી હોય, જે જેવું દેખાતું હોય તેવું આલેખન હોય, તે અલંકારોનો એક પ્રકાર અત્રે પ્રયોજાયો છે અને તે છે સ્વભાવોક્તિ. કોઈ વસ્તુનું, પ્રકૃતિદશ્યનું કે માનવીના વર્તનનું સ્વાભાવિક અને આબેહૂબ વર્ણન કરવામાં આવે તો તે સ્વભાવોક્તિ અલંકાર છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સ્વભાવોક્તિ અલંકાર જોઈએ -
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય.” (૧૧૮) આ ગાથાની બીજી પંક્તિમાં સદુપદેશનું સમાપન કરી શ્રીગુરુ મૌન ધારણ કરે છે અને સહજ સમાધિમાં સ્થિત થાય છે, એવું દૃશ્ય શ્રીમદે અલ્પ શબ્દોમાં પણ તાદશ ખડું કર્યું છે. એ સુભગ પવિત્ર દશ્યની છાપ વાચકના મનોપટલ ઉપર એવી પડી જાય છે કે તે ક્યારે પણ ભૂંસાતી નથી. યથાર્થ સ્વભાવને પ્રાપ્ત એવા શ્રીમદ્ માટે કોઈ પણ વસ્તુનું યથાર્થ વર્ણન કરવું અત્યંત સ્વાભાવિક હતું એમ આ દૃષ્ટાંતથી સમજાય છે. ૪) કાર્યકારણમૂલક અર્થાલંકાર – જે અલંકારના મૂળમાં કારણ અને કાર્ય(પરિણામ)નો સંબંધ રહેલો છે, તેવા અલંકારોમાંનો એક પ્રકાર છે - કારણમાલા. આમાં પ્રથમ કથનમાં કારણ અને તેનું કાર્ય બતાવી પછી તે કાર્ય બીજા કથનમાં કારણ બને અને તેનું કાર્ય દર્શાવાય છે. આમ, કારણ-કાર્યની માળા રચાય છે. આ અલંકાર પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જોવા મળે છે –
સદગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ. (૧૨)
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” (૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org