Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૪૦૫ છે. ‘રસિકવલ્લભ'માં કવિની શ્રદ્ધાવલિ બીજથી ફળ સુધીના વિકાસવાળી આલેખાઈ છે, તેથી કવિનાં અન્ય કાવ્યોની કૂંચી જેવું કાર્ય આ કાવ્ય કરે છે.
શ્રી દયારામને મુખ્યત્વે વેદાંતનો અને શ્રીમને જૈન દર્શન સહિત પદર્શનનો તલસ્પર્શી અભ્યાસ હોવાથી તેમની કૃતિઓ અનુક્રમે વેદાંત અને જૈન ગ્રંથોમાં અનોખું સ્થાન પામી છે. ભાષાસમૃદ્ધિ, આકર્ષક શબ્દરચના અને જ્ઞાનગંભીરતાના કારણે તત્ત્વજ્ઞાનના શુષ્ક અને કઠિન વિષયને પણ તેઓ રસિક અને સરળ રૂપ આપી શક્યા છે. કેટલાંક ખૂબ જ સુંદર અને ચમત્કૃતિપૂર્ણ ચિત્રો એટલા ઓછા શબ્દો અને એટલી સરળ તળપદી ભાષામાં, એવી સહજ રીતે રજૂ થયા છે કે તેમની આ શક્તિ માટે વાચકને બહુમાન થઈ આવે છે.
બને કવિઓની છંદોબદ્ધ કૃતિમાં પ્રાસ સળંગપણે સચવાયો છે. “રસિકવલ્લભ'નાં પદોની શાસ્ત્રીય સંગીતના રાગોમાં રચના થઈ છે અને તેમાં ઉપમા, રૂપક, અર્થાન્તરજાસાદિ અલંકારોનો પુષ્કળ પ્રયોગ થયો છે. શ્રી દયારામની લેખિની ઉપર શ્રી વલ્લભાચાર્ય, શ્રી વિઠ્ઠલેશ તથા અન્ય ભક્તકવિઓની છાયા દેખાય છે. શ્રી દયારામે કરેલું સ્વધર્મનું મંડન અને સ્વધર્મથી વિરુદ્ધ ધર્મનું ખંડન અનેક સ્થળે એકાંતદષ્ટિના કારણે દૂષિત અને સંકીર્ણ બન્યું છે, જ્યારે સ્યાદ્વાદના સ્પર્શથી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શુદ્ધ, ઉદાર, વિશાળ, સર્વગ્રાહી અને સુપ્રસન્ન સ્વમતપ્રતિપાદક શૈલીનું સાચા અર્થમાં પ્રતિનિધિ બની શક્યું છે.
‘રસિકવલ્લભ' અને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' બન્નેમાં સત્પરુષની વિરલતા, તેમનાં લક્ષણો, તેમનો યોગ થતાં પૂર્ણાદરસહ તેમની ઉપાસના તથા તેમના શરણની આવશ્યકતાની સુંદર અને પ્રતીતિકર રીતે છણાવટ થઈ છે. શિષ્યની સરળતા, નિખાલસતા, તીક્ષ્ણ બુદ્ધિ, ચર્ચિત વિષયનો પોતાના પક્ષે પૂર્ણ અભ્યાસ, તર્કસંગત રીતે પોતાની આશંકા રજૂ કરવાની ઢબ, પ્રશ્ન પૂછવાની વિવેકપૂર્ણ આવડત, પ્રખર જિજ્ઞાસા, અંતરના આદરપૂર્વકનો વિનય ઇત્યાદિ સદ્ગુણો બને કૃતિના શિષ્યમાં સુપેરે દૃષ્ટિગોચર થાય છે; તો સામા પક્ષે કરુણા, નિઃસ્પૃહતા, બહુશ્રુતતા, અમૃતવાણી, શાંતિપ્રદાનતા, સમાધાન આપવાની તત્પરતા વગેરે મહાન ગુણો શ્રીગુરુના ચારિત્રને ઓજસવંતુ બનાવે છે. બન્ને કૃતિઓમાં રહેલા સામ્યનું દિગ્દર્શન થોડાં દૃષ્ટાંતોથી કરીએ – ‘રસિકવલ્લભ'ના આરંભે શ્રી દયારામ કહે છે –
આ ગ્રંથરચના કરું છું, ગુરુશિષ્ય સંવાદ કરી;
જેમાં ખંડન માયાવાદ, શુદ્ધાદ્વૈત પ્રતિપાદન ભરી.૧ ૧- શ્રી દયારામરચિત, ‘રસિકવલ્લભ', પદ ૧, ચરણ ૫,૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org