Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાહિત્યિક દષ્ટિએ મૂલ્યાંકન
૩૮૭ લાગે તેનું નાનામાં નાનું માપ. હ્રસ્વ સ્વરને ઉચ્ચારતાં જેટલો સમય લાગે તેને એક માત્રા ગણવામાં આવે છે. દીર્ઘ સ્વરની બે માત્રા ગણાય છે. માત્રામેળ છંદ માત્રાની સંખ્યા ઉપર આધાર રાખે છે, તેથી આ પ્રકારના છંદમાં દરેક પંક્તિમાં અમુક અક્ષરોની સંખ્યા હોવી જોઈએ એવું બંધન નથી. દોહરા, ચોપાઈ, હરિગીત, ઝૂલણા વગેરે આ પ્રકારના છંદો છે. નિબદ્ધ પદ્યરચનાના આ પ્રકારને માત્રાત્મક પદ્ય અથવા માત્રાબંધ પણ કહેવાય છે. ૪) લયમેળ – આ પ્રકારના છંદમાં અક્ષરસંખ્યા, માત્રાસંખ્યા કે અક્ષરસ્વરૂપ (લઘુ-ગુરુ) કંઈ જ નક્કી હોતાં નથી. કેવળ લય જ તેનું ચાલક તત્ત્વ છે. આ લયનો આધાર લયના આરોહ, અવરોહ અને તાલ ઉપર રહે છે. પદ, ગરબા-ગરબી, ગીત, લોકગીત વગેરે લયમેળ હોય છે. નિબદ્ધ પદ્યરચનાના આ પ્રકારને લયાત્મક પદ્ય અથવા લયબંધ પણ કહેવાય છે.
કાવ્ય સંબંધી આટલી વિચારણા પર્યાપ્ત ગણી, હવે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના કાવ્યાત્મક બંધારણ સંબંધી વિચારણા કરીએ .
શ્રીમદે આ તત્ત્વપ્રધાન અનુપમ કાવ્યને માત્રામેળ પ્રકારના દોહરા છંદમાં ગૂંચ્યું છે, જેથી એને સ્મૃતિબદ્ધ કરી અનુકૂળતા અનુસાર ગાવાનું સર્વજનને સુલભ પડે. અન્ય છંદોની તુલનામાં દોહરા છંદની વિશેષતા એ છે કે તે સુગેય છે. અનેક રાગ અને તાલ સાથે તેનો સુમેળ સાધી શકાતો હોવાથી તેને જાતજાતના રાગ કે સૂરોમાં કર્ણપ્રિય બને તે રીતે ગાઈ શકાય છે. દોહરા છંદની માત્રા સંખ્યા ૨૪ છે. આ છંદની બે પંક્તિ હોય છે. દરેક પંક્તિના બે વિભાગ - ચરણ હોય છે, એટલે કે દોહરાની બે પંક્તિના ચાર વિભાગ અથવા ચરણ હોય છે. તેનું બંધારણ આ પ્રમાણે છે – માત્રા – પહેલા ચરણમાં ૧૩, બીજા ચરણમાં ૧૧ = ૨૪
ત્રીજા ચરણમાં ૧૩, ચોથા ચરણમાં ૧૧ = ૨૪
૧૧મી માત્રા લઘુ, છેલ્લા બે અક્ષર અનુક્રમે ગુરુ અને લઘુ યતિ – દોહરા છંદમાં તેરમી અને ચોવીસમી માત્રા પછી યતિ હોય છે. ઉદાહરણરૂપે આ કાવ્યની એક ગાથાનું બંધારણ અવલોકીએ –
૨ ૨ ૨૧૧ ૨૧ ૨ ૨૧ ૨૧ ૨ ૨૧ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; ૨ ૨૧૧ ૨૧૧ ૧૨ ૨ ૧૨૧ ૧૧ ૨ ૧ તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. (૯૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org