Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મા છે', “તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ'; છે ભોક્તા', વળી “મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ'. (૪૩) વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય છે તે હોય તો, ઘટ પટ આદિ જેમ. (૪૭) જે દ્રષ્ટા છે દષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.” (૫૧) “અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.' (૧૨૪) અત્રે ઉદ્ધત થયેલ અવતરણોમાં જોઈ શકાશે કે ગાથા ૩ની બીજી પંક્તિમાં “મ' વર્ણનું, ગાથા ૪૦માં “સ' વર્ણનું, ગાથા ૪૩માં “છે' વર્ણનું, ગાથા ૪૭માં “જ' વર્ણનું, ગાથા ૫૧માં “એ” વર્ણનું તથા ગાથા ૧૨૪માં ‘ર' વર્ણનું આવર્તન થાય છે. આ અલ્પસંખ્ય દૃષ્ટાંતો ઉપરથી પણ જોઈ શકાશે કે શ્રીમદે પ્રયોજેલ શબ્દાલંકાર કાવ્યના માત્ર બાહ્ય સૌંદર્યને જ પ્રગટ કરતા નથી, બલ્ક તે કાવ્યના પ્રાણના પણ સહચારી તથા સહયોગી થઈને આવે છે અને કાવ્યને નવીન ચમત્કૃતિ અર્પે છે. ૨) શબ્દાનુપ્રાસ – જેમ વર્ણની પુનરુક્તિથી વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે, તેમ શબ્દના પુનરાવર્તનથી શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે. આમાં સરખા ઉચ્ચારણવાળા બે કે બેથી વધારે અક્ષરોવાળા શબ્દખંડ કે શબ્દ એક જ પંક્તિમાં આવે છે. તેના દ્વારા એક પ્રકારનો પ્રાસ મળતો હોય છે અને તેથી શ્રુતિચમત્કાર સધાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માંથી યમકના બે દષ્ટાંત જોઈએ –
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ.' (૬૦) જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.' (૧૩૦) ગાથા ૬૦માં “યોગ' શબ્દખંડનું તથા ગાથા ૧૩૮માં “અર્થ' શબ્દનું પુનરાવર્તન ચમત્કૃતિ લાવે છે. ૩) પ્રાસાનુપ્રાસ – પંક્તિના અંતે સમાન શબ્દો આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ કહે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની દરેક ગાથામાં અંત્યાનુપ્રાસ સુંદર અને સરળ રીતે સધાયેલો જોવા મળે છે. પંક્તિના અંતમાં આવતા શબ્દોની પસંદગી પણ અત્યંત યથોચિત, અર્થસભર અને સહજ રહેવા પામી છે. દા.ત. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org