Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૯૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
માટે સમ, જેવો, પેઠે, સમાન, સરીખો, સમો, તુલ્ય, શો, માફક, સરીખડો, સમોવડો વગેરે ઉપમાવાચક શબ્દો વપરાય છે. જે પ્રયોગમાં ઉપમાન, ઉપમેય, સમાન ધર્મ અને ઉપમાદર્શક શબ્દ એ ચારે અંગો હોય તેને પૂર્ણ ઉપમા અથવા પૂર્ણોપમા કહે છે અને જેમાં ઉપરોક્ત અંગોમાંથી કોઈ પણ બતાવ્યું ન હોય, પણ જો તે ઉપમા અલંકાર છે એમ સમજાતું હોય તો તેને લુપ્તા ઉપમા અથવા લુપ્તોપમા કહે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પૂર્ણોપમાનું દૃષ્ટાંત જોવા મળતું નથી, પરંતુ લુપ્તોપમાનું દૃષ્ટાંત વિદ્યમાન છે.
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ અંધકાર અજ્ઞાન
સમ, નાશે
આ ગાથા ધર્મલુપ્તાનું દૃષ્ટાંત છે. તેના ત્રીજા સમ'માંના ત્રણ શબ્દો અનુક્રમે ઉપમાન, ઉપમેય તથા ભ્રાંતિ આદિનું કારણ હોવારૂપ સમાન ધર્મનો ઉલ્લેખ થયો નથી.
નિજવાસ;
જ્ઞાનપ્રકાશ.' (૯૮)
ચરણ
‘અંધકાર અજ્ઞાન
વાચક છે; જ્યારે આવરણ,
ઉપમાનો એક બીજો પ્રકાર પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પ્રયુક્ત થયો છે અને તે છે માલોપમા. એક જ ઉપમેયને એક પછી એક જુદાં જુદાં ઉપમાનો સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમાનોની માળા બનતી હોવાથી તેને માલોપમા કહે છે.
Jain Education International
-
‘સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.' (૧૪૦)
અત્રે ‘સકળ જગત' તે ઉપમેય છે, ‘એઠ' તથા ‘સ્વપ્ન' ઉપમાન છે, ‘વત્' તથા ‘સમાન' તે વાચક છે તથા સાધારણ ધર્મ (અનુક્રમે અરમણીયતા તથા અનિત્યતા) અપ્રગટ છે. ઉપમેયને એક ઉપમાનથી પૂરો ન્યાય મળ્યો નથી એમ લાગે તો કવિ બીજું ઉપમાન પ્રયોજે છે. દરેક ઉપમાન દ્વારા ઉપમેયના કોઈ વિશિષ્ટ ધર્મનું પ્રાકટ્ય થતું હોય છે અને તેથી વર્ણવેલા વિષયની નિકટતા વધે છે. આમ, શ્રીમદે ઉપમા અલંકાર પ્રયોજી, સરળતાપૂર્વક વિષયને રજૂ કર્યો છે.
(ii) રૂપક ઉપમેય-ઉપમાનની સરખામણી કરવાને બદલે તેમના વચ્ચેની એકરૂપતા અથવા અભેદતા દર્શાવવામાં આવે ત્યારે રૂપક બને છે. અગાઉ અભ્યાસેલ વાક્યને જો આ રીતે કહેવામાં આવે કે ‘ભગવાનનું મુખ ચંદ્ર છે', તો તે રૂપક અલંકારનું દૃષ્ટાંત છે. આમાં ઉપમાવાચક શબ્દનો પ્રયોગ થતો નથી અને સાધારણ ધર્મનો લોપ સ્વીકાર્ય છે.
For Private & Personal Use Only
‘માનાદિક શત્રુ મહા' (ગાથા ૧૮) દ્વારા માન આદિ વિભાવભાવોની સરખામણી મહાહાનિકર્તા શત્રુઓ સાથે કરવી છે, તેથી તેની વચ્ચે અભેદતા દર્શાવી, માનાદિકથી થતું અચિંત્ય નુકસાન બોધ્યું છે. એ જ રીતે ‘ભવજળ' (ગાથા ૨૧) લખી, ભવ
www.jainelibrary.org