Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૩૯૫ (સંસાર) તથા જળ (સાગર) વચ્ચે એકરૂપતા બતાવી, ભવચક્રનું દુરંતપણું ઉપદેશવાનું પ્રયોજન છે; “મનરોગ' (ગાથા ૩૭) તથા “અંતરરોગ' (ગાથા ૩૯)માં અનુક્રમે માનાદિને તથા મિથ્યાત્વને મહાભયંકર રોગ દર્શાવી, તેનાથી મુક્ત થવાની પ્રેરણા કરી છે. રૂપકનાં અન્ય દૃષ્ટાંત છે - “જડધૂપ' (ગાથા ૮૨), ‘જ્ઞાનપ્રકાશ' (ગાથા ૯૮), બંધનો પંથ' (ગાથા ૯૯), “કર્મની ગ્રંથ', “મોક્ષનો પંથ' (ગાથા ૧૦૦), “મોક્ષપંથ' (ગાથા ૧૦૧) તથા “કરુણાસિંધુ' (ગાથા ૧૨૪). રૂપકનું સર્વોત્તમ ઉદાહરણ ગાથા ૧૨૯માં જોવા મળે છે –
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” (૧૨૯) જીવની વર્તમાન દશા તથા તેના ઈલાજને દર્શાવવા આ ગાથામાં શ્રીમદે વૈદકીય ભાષાના ઉપયોગ સાથે વ્યવહારુ રૂપકથી અતિસુંદર અધ્યાત્મભાવ વ્યક્ત કર્યો છે. વ્યાવહારિક જગતનું શ્રીમનું અવલોકન પણ કેવું સૂક્ષ્મ, માર્મિક અને સંપૂર્ણ છે કે આ દૃષ્ટાંતથી સમજી શકાય છે. અર્થગંભીર રૂપકો દ્વારા સમસ્યાનાં સર્વ અંગોને ઘટાવી, વિષય સમજાવવાના પ્રયાસમાં શ્રીમદ્ સર્વાંશે સફળ રહ્યા છે. (iii) દૃષ્ટાંત અલંકાર – એક પદાર્થ અને તેના ગુણનું વર્ણન કરવાનું હોય ત્યારે અન્ય પદાર્થ અને તેના ગુણના સંબંધના દષ્ટાંતનું વર્ણન કરી, સચોટતા સાધવામાં આવે તો તે દૃષ્ટાંત અલંકાર છે. બે સ્વતંત્ર વાક્યોથી આ અલંકાર રચાય છે, જેમાંનું એક ઉપમેયવાક્ય અને બીજું ઉપમાનવાક્ય હોય છે તથા બન્ને વચ્ચે બિંબ-પ્રતિબિંબભાવ હોય છે. જેમ કે વિદ્વાન વિદ્યાથી વિનયી બને છે; આંબો કેરીના ભારથી મૂકે છે'માં પ્રથમ વાક્ય ઉપમેયવાક્ય છે તથા બીજું વાક્ય ઉપમાનવાક્ય છે. આ બન્ને વચ્ચેનો બિંબ-પ્રતિબિંબભાવ આ રીતે સમજી શકાશે –
ઉપમાનવાક્ય - આંબો કેરીના ભારથી ઝૂકે છે.
ઉપમેયવાક્ય - વિદ્વાન વિદ્યાથી વિનયી બને છે.
ન્યાય શાસ્ત્રમાં દૃષ્ટાંતને પ્રમાણના એક અંગ તરીકે ગણવામાં આવે છે અને પ્રમાણ ગમે તેટલું પ્રબળ હોય, પણ સપક્ષ દૃષ્ટાંતના અભાવે તે પ્રમાણ ફિક્કુ પડે છે. દૃષ્ટાંતરૂપી સાધન વડે સિદ્ધાંત પ્રતિપાદન કરવાનું તથા તેને પ્રતિપક્ષીના હૃદયમાં ઉતારવાનું કાર્ય સરળ અને સુગમ થાય છે. સિદ્ધાંતની છણાવટમાં શુષ્ક તર્કવાદ કરતાં સરળ અને સરસ દૃષ્ટાંત અધિકાંશે સફળ થાય છે. આ કારણે શ્રીમદે વિષયનું પ્રતિપાદન કરવા અનેક વાર સચોટ દષ્ટાંતો આપ્યાં છે. તેઓશ્રીએ આપેલાં દષ્ટાંતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org