Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાહિત્યિક દષ્ટિએ મૂલ્યાંકન
૩૮૯
ન્યાય કાવ્યસૌંદર્યને પણ લાગુ પડે છે. કવિતા એટલે સૌંદર્યસભર, રસાત્મક, કલ્પનાસમૃદ્ધ, ભાવોદ્રકસર્જક, ચમત્કારયુક્ત વાણી ગણીએ તો અલંકાર એ કવિતાના સૌંદર્યને પ્રગટ કરી આપનાર, રસને અભિવ્યક્ત કરનાર, કલ્પનાને મૂર્તરૂપ આપનાર, ઇન્દ્રિયગ્રાહ્ય કરાવનાર તથા ચમત્કૃતિ સર્જનાર અગત્યનું ઘટક છે.
સૌંદર્ય સ્વયં, અલંકાર વિના પણ આલાદક હોય છે, તો પછી અલંકારની આવશ્યકતા શી? કોઈ પણ માનવી પોતાની વાત અન્ય માનવીને પ્રભાવી તેમજ સચોટ શૈલીથી અને રસ જળવાઈ રહે એ રીતે કહેવા ઇચ્છતો હોય છે, તેથી તે સામાન્ય વ્યવહારની વાત કરતો હોય છે ત્યારે પણ પોતાની વાણીમાં ‘સિંહ જેવો’, ‘માખણ જેવું વગેરે પ્રયોગો દ્વારા જાણ્યે-અજાણ્યે અલંકાર વાપરતો હોય છે. ‘તારા શબ્દોથી મારા દિલમાં ખૂબ વેદના થઈ છે', આ કથનને બદલે ‘તારા શબ્દો મારા દિલમાં ભાલાની જેમ વાગ્યા છે' એ પ્રકારના કથનથી વેદનાની તીવ્રતાનો સચોટ ખ્યાલ આવે છે. જો અસામાન્ય નહીં એવો માનવી સામાન્ય વ્યવહારની વાતમાં પણ આમ કરતો હોય તો અસામાન્ય રસગાહી સૌંદર્યદષ્ટિ, કલ્પનાશીલ ચિત્ત તથા સંવેદનશીલ હૃદયના સ્વામી એવા કવિને કંઈક માર્મિક, સૂક્ષ્મ અને વિશિષ્ટ ભાવસંવેદનની અભિવ્યક્તિ જ્યારે ભાષા દ્વારા સુંદર, ઊર્મિસભર અને સર્વાગ સંપૂર્ણ રીતે કરવી હોય છે ત્યારે તેની વાણીમાં અલંકાર ન આવે તો જ નવાઈ! વળી, વાતચીતમાં પોતાની અસર સામેના શ્રોતા ઉપર ક્યારે, કેવી અને કેટલી થઈ તે જોઈ શકાય છે અને જરૂર લાગે તો તે જ સમયે ભાષાપ્રયોગની અન્ય રીત અપનાવી શકાય છે; જ્યારે કવિ માટે એવી કોઈ તક ઉપલબ્ધ હોતી નથી. તેનું કાર્ય પરોક્ષ હોય છે, તેથી સરસ અને સચોટ અભિવ્યક્તિ કરવા માટે તેની કાવ્યવાણી અલંકૃત બને તે સ્વાભાવિક અને કંઈક અંશે અનિવાર્ય પણ છે.
કંઈક અંશે અનિવાર્ય એટલા માટે કહેવાય છે કે એક સિદ્ધાંત તરીકે જોઈએ તો કાવ્ય માટે અલંકાર સર્વથા અનિવાર્ય નથી. અલંકાર વિનાની સુંદર કાવ્ય-અભિવ્યક્તિ સ્વય પોતાના સૌંદર્યથી - ભાવથી અસરકારક અને આફ્લાદક બની શકે છે, એટલે અલંકાર હોય તો જ તે કાવ્ય અને અલંકાર ન હોય તો તે અકાવ્ય એમ કહી શકાય નહીં. જો કાવ્યમાં રસ હોય તો જ અલંકાર કાવ્યને શોભા અર્પી શકે છે, પરંતુ અલંકાર એ બાહ્ય આભૂષણો નથી કે જે યથેચ્છ કાઢી શકાય, બહારથી દાખલ કરી શકાય કે બદલી શકાય. સમર્થ કવિના સર્જનમાં શબ્દાર્થના તાણાવાણાના વણાટની સાથે જ અલંકારો પણ સહજ રીતે વણાઈ ગયેલા હોય છે. કાવ્યના આંતરિક અંશરૂપે આવે તે અલંકાર જ કાવ્યના સાચા અલંકાર બને છે અને તેના સૌંદર્યને વિકસિત કરે છે. આમ, અલંકાર એ આગંતુક નથી, પણ કવિસંવેદનનો જ અંશ છે, સર્જક અને સહૃદયને જોડતો એક સેતુ છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી સહિત શ્રીમના સમગ્ર સાહિત્યમાં ઠેર ઠેર આ તારણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org