Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
શ્રીમદે તેમની કવિત્વશક્તિ વડે અધ્યાત્મ જેવા ગહન વિષયને પણ એવી સરળ રીતે છંદોબદ્ધ કર્યો છે કે જેથી તે લોકજીભે રમતો રહે. દરેક કડીના અંતે અનુપ્રાસ હોવાથી તેમાં મધુર ગેયતા ઉત્પન્ન થાય છે. પ્રાસાનુપ્રાસયુક્ત લયબદ્ધ પંક્તિઓ કાવ્યના ગહન વિષયને ગરિમા આપે છે. વિચારવામાં રસિક અને ગાવામાં ભાવવાહી એવી આ કૃતિ અત્યંત હૃદયસ્પર્શી છે. શ્રીમદે કરેલી શબ્દરચના અને ભાવયોજના એટલી સુંદર છે કે સામાન્યજનને પણ તે કર્ણપ્રિય બને, વાચકને તે સહેલાઈથી કંઠસ્થ થઈ જાય તેમજ વારંવાર તેને ગાતાં સાધક તેમાં લીન બની તેના ઊંડા ભાવોને પામી શકે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં એવું તો અદ્ભુત માધુર્ય, પ્રસાદ, ઓજસ અને ધ્વનિ ભર્યા છે, એવું તો ઉચ્ચ ચૈતન્યવંતું કવિત્વ ભરેલું છે કે તેનો રસાસ્વાદ લેતાં આત્મા જાણે તૃપ્ત જ થતો નથી. તેને ગાતાં કે સાંભળતાં કોઈ અદ્દભુત આલાદ પ્રાપ્ત થાય છે. અપૂર્વ ભાવ જાગૃત કરવાનું દૈવત તેમાં રહેલું છે.
ભાવોને ઉદીપ્ત કરવાના કાવ્યના વિશિષ્ટ સામર્થ્યનો ઘણો આધાર કાવ્યની સુભગ વાણી, છંદ, પ્રાસાદિના લયમાધુર્ય તેમજ સ્વરમાધુર્ય ઉપર રહેલો છે. ઉચ્ચ કાવ્ય તે જ કહી શકાય કે જ્યાં કવિનો સર્જનવ્યાપાર અને વાચકનો ભાવનવ્યાપાર બને હોય, અર્થાત્ કવિ જે સંવેદના અનુભવે છે, તેને પાણીમાં વ્યક્ત કરીને કાવ્યને એવું ભાવકગમ્ય બનાવે કે વાચક એનું ગ્રહણ કરી શકે. ભાવધારામાં ઉત્તરોત્તર વિશુદ્ધિ થતાં શ્રીમની આત્માનુભૂતિ - તેમનો આત્માનંદ ઉચિત શબ્દો દ્વારા કાવ્યાકાર પામતો ગયો, જેનો સહચારી આનંદ વાચકહૃદયમાં સંક્રાંત થાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રત્યેક ગાથાએ શ્રીમદ્ભો ઉન્નત અનુભવ આવિર્ભાવ થયેલો જણાય છે. શ્રીમદ્ભા શબ્દો તેમની પ્રતિભાના રંગથી રંગાયેલા છે. પ્રત્યેક ચરણ, પ્રત્યેક શબ્દ તેમના આત્માના ઊંડાણમાંથી નીકળતાં હોય તેવાં ભાસે છે. એક પણ પંક્તિ કે શબ્દ ક્ષુલ્લક, નીરસ કે નિરૂપયોગી હોય એવું જડી શકે એમ નથી. તેનું અવલોકન કરતી વખતે તે વાચકની વૃત્તિને કોઈ ભવ્ય, ઉચ્ચ અને દિવ્ય લક્ષ તરફ લઈ જાય છે અને ત્યાં ઘડીભર સ્થિર કરી કોઈ અનિર્વચનીય સુખાનુભૂતિ કરાવે છે. (II) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કાવ્યચમત્કૃતિ
સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં સૌથી વિશેષ પ્રતિષ્ઠિત પદ ધરાવતા કાવ્યપ્રકાશ'ના કર્તા શ્રી મમ્મટાચાર્યે કાવ્યનું લક્ષણ આપતાં લખ્યું છે કે “તોષી શબ્દાથે સTSાવરુંછતી પુનઃ વવાર ૧ અર્થાત્ પ્રબળ દોષરહિત તેમજ ગુણયુક્ત, સામાન્ય રીતે અલંકારયુક્ત અને ક્વચિત્ ફુટ અલંકારરહિત શબ્દાર્થ તે કાવ્ય. અલંકાર એટલે આભૂષણ, ઘરેણું, શણગાર. સૌંદર્ય સ્વયં રમણીય હોવા છતાં અલંકારથી સૌંદર્ય વધુ ખીલે છે. આ જ ૧- શ્રી મમ્મટાચાર્ય, કાવ્યપ્રકાશ', પૃ.૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org