Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
उ८६
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન - ૧) પદ્યની અગેયતા કે પાઠ્યતા ૨) એક સળંગ વાક્ય કાવ્યની એક પંક્તિમાંથી ઊભરાઈને અનેક પંક્તિઓ સુધી વહી શકે, એટલું જ નહીં પણ પંક્તિની વચ્ચે ગમે ત્યાંથી શરૂ થઈ ગમે ત્યાં સુધી વહી શકે એવી સળંગ અખંડિતતા ૩) અર્થને અનુસરીને યતિ ગમે ત્યાં મૂકવાની છૂટ ૪) રચના એકવિધ ન બની જાય એવી સગવડ. | (૨) નિબદ્ધ પદ્યરચના એટલે અમુક માપની પંક્તિઓના જૂથ કે જૂથોમાં પ્રસરતી પદ્યરચના. લયમાં ગાઈ શકાય એવી શબ્દરચનાની પદ્ધતિ એટલે છંદ. છંદોનું પોતાનું વિશિષ્ટ પ્રકારનું બંધારણ હોય છે, તેથી જ્યારે પદ્યરચના છંદમાં રચવામાં આવે છે ત્યારે છંદનાં બંધનો સ્વીકારવાં પડે છે. છંદનું સુચારુ છંદ– પ્રગટ થાય એ રીતે તેને પ્રયોજી કાર્ય સિદ્ધ કરવું સહેલું નથી. કવિ માટે તે એક કસોટી છે. કોઈ એક છંદનું માપ અને તેનું સ્વરૂપ પ્રત્યેક પંક્તિમાં એકસરખું હોય છે, એટલે તેમાં એકવિધતા આવી જવાની શક્યતા વિશેષ રહે છે. કવિની કસોટી એમાં રહેલી છે કે એકસરખા માપ અને સ્વરૂપની પંક્તિઓથી કાવ્યરચના કરવા છતાં તેમાં લયની ચારુતા, રમણીયતા એકવિધ ન બનતાં નવનવીન રહે. છંદના એકધારા લયથી વાચક કાવ્યસભાનતા ન ગુમાવી બેસે તેનું લક્ષ રહેવું જોઈએ. કવિએ એકસરખા માપ અને સ્વરૂપવાળા છંદના લયનાવીન્યને જાળવી રાખીને કાવ્ય રચવાનું હોય છે. છંદોલયના લાવણ્યને માણવાની સાથોસાથ વાચક કવિતા પણ માણે એવી બેવડી હથોટી કવિએ છંદ વાપરવામાં સિદ્ધ કરવાની છે.
કવિતા મુખ્યત્વે ચાર પ્રકારના છંદોમાં રચાય છે - સંખ્યામેળ, રૂપમેળ, માત્રામેળ અને લયમેળ. ૧) સંખ્યામેળ – આ પ્રકારના છંદમાં કાવ્યની દરેક પંક્તિમાં માત્ર અક્ષરોની સંખ્યા જ નિશ્ચિત હોય છે. મનહર, વનવેલી, ધનાક્ષરી જેવા છંદો આ પ્રકારના છે. નિબદ્ધ પદ્યરચનાના આ પ્રકારને વર્ણાત્મક પદ્ય અથવા વર્ણબંધ પણ કહેવાય છે. ૨) રૂપમેળ – આ પ્રકારના છંદમાં કાવ્યની દરેક પંક્તિમાં સંખ્યામેળ છંદની જેમ અક્ષરોની સંખ્યા તો નક્કી જ હોય છે, પણ તે ઉપરાંત તેમાં દરેક અક્ષરનું - લઘુગુરુ(હૃસ્વ-દીર્ઘ)નું સ્થાન પણ નિશ્ચિત હોય છે. શિખરિણી, મંદાક્રાંતા, વસંતતિલકા, શાદૂર્લવિક્રીડિત આદિ છંદો આ પ્રકારના છે. નિબદ્ધ પદ્યરચનાના આ પ્રકારને રૂપાત્મક પદ્ય અથવા રૂપબંધ પણ કહે છે. ૩) માત્રામેળ – જે છંદોમાં કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરોની કુલ સંખ્યા કે તેનાં હ્રસ્વ-દીર્ઘ, લઘુ-ગુરુ સ્વરૂપ નક્કી હોતાં નથી, પણ પંક્તિની કુલ માત્રાઓ નક્કી હોય છે તે માત્રામેળ છંદો કહેવાય છે. માત્રા એટલે અક્ષરના ઉચ્ચાર કરતાં જેટલો સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org