Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્રા છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સાંભરીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ.”
આ પત્ર ઉપરથી સમજાય છે કે શ્રીમદ્ પોતાના ચૈતન્યભાવમાં એવા તો નિમગ્ન હતા કે તેમને જગતના પદાર્થોમાં લેશમાત્ર રુચિ રહી ન હતી, તેમને તેનો સંયોગ થાય કે વિયોગ, બન્ને સમાન હતા. તેમને દેહ અને દુનિયા પ્રત્યે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી રહિત પરમ ઔદાસીન્ય વૃત્તિ વર્તતી હતી. ‘હું દેહધારી છું' એવો દેહભાવ ન સ્પર્શી શકે એવી દેહાતીત વિદેહી દશામાં તેઓ મહાલતા હતા. તેઓ પોતાના દેહના અસ્તિત્વનું ભાન પણ ભૂલી ગયા હતા. તેઓ સ્વરૂપમાં એવા પ્રતિષ્ઠિત હતા કે તેમને પોતાના કર્મકૃત વ્યક્તિત્વની સભાનતા રહી ન હતી. વારંવાર યાદ કરતાં ઘણી ઘણી મહેનતે તેઓ દેહને જાણી શકતા હતા. દેહનો અહં તો જગતના જીવોને ભૂલ્યો ભુલાતો નથી. જગતના જીવો ક્યારે પણ પોતાના દેહનો અહં ભૂલતા નથી, જ્યારે શ્રીમદ્ તો દેહ પ્રત્યેના અહંને એટલો બધો ભૂલી ગયા હતા કે યાદ કરવા છતાં પણ તેમને દેહ યાદ આવતો ન હતો, તેમને ક્યારે પણ હું દેહ છું' એવો ભાવ ઉદ્ભવતો ન હતો. દેહ અને આત્માની એકક્ષેત્રાવગાહે સ્થિતિ હોવા છતાં, શ્રીમદ્ને દેહથી ભિન્ન અસંગ આત્માના આત્યંતિક પરિભાવનથી તે વિદેહી દશા સહજ સ્વભાવભૂત બની ગઈ હતી. તેમને આ અલૌકિક દેહાતીત દશા સહજ આત્માનુભવપણે સિદ્ધ થઈ ચૂકી હતી. શ્રીમદ્ પોતાના અશરીરીભાવનો ઉલ્લેખ કરતાં લખે છે કે –
‘ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે.
આમ, જ્ઞાનીપુરુષો શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવતા હોવાથી દેહ અને જગત પ્રત્યે નિઃસ્પૃહી હોય છે. તેઓ બાહ્ય સંયોગો, પરિવર્તનોથી અપ્રભાવિત રહે છે, સંકલ્પવિકલ્પની પકડમાંથી મુક્ત રહે છે. આત્મદષ્ટિ થવાથી રાગ-દ્વેષના વમળમાં અટવાયા વિના તેઓ સમભાવમાં રહે છે. પ્રારબ્ધવશાત્ જ્ઞાનીને ગૃહસ્થાદિ વ્યવહાર કરવો પડે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૦ (પત્રાંક-૨૫૫) ૨- એજન, પૃ.૩૫૪ (પત્રાંક-૪૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org