Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ભૂમિકા
છે
પરમાર્થપથના પ્રરૂપક, પ્રદર્શક અને પ્રયોજક શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માર્થી જીવોને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા અદ્વિતીય ગ્રંથની અમૂલ્ય ભેટ આપીને તેઓ ઉપર અથાગ ઉપકાર કર્યો છે. સરળ ગુજરાતી ભાષામાં લખાયેલ પદ્યકૃતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', માત્ર ૧૪૨ ગાથામાં મોક્ષમાર્ગને સ્પષ્ટ અને સુરેખ રીતે ઉપદેશનાર અપૂર્વ શાસ્ત્ર છે. તેમાં શ્રીમદે ગુરુ-શિષ્યના સંવાદરૂપે ‘આત્મા છે', ‘આત્મા નિત્ય છે', ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે', “મોક્ષ છે' તથા ‘મોક્ષનો ઉપાય છે' એ છ પદ દ્વારા આત્મા જેમ છે તેમ યથાર્થપણે સમજાવી, આત્માના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરી, આત્મસિદ્ધિ અર્થે જાગૃતિપ્રેરક અદ્ભુત ઉપદેશ આપ્યો છે. તેમણે તેમાં પ્રદર્શનનો પરમાર્થ સંક્ષેપમાં સમજાવ્યો છે તથા આત્મદર્શન કરીને કૃતાર્થ થવાનું રહસ્ય પ્રકાશ્ય છે.
સમ્યગ્દર્શનમાં કારણભૂત એવાં આત્માનાં છ પદોનું સુંદર રીતે વર્ણન કરતી આ પદ્યકૃતિ શ્રીમન્ની આધ્યાત્મિક રુચિ અને સાહિત્યિક શક્તિનો પરિચય કરાવે છે. આ રચના દ્વારા તેમની અપ્રતિમ આધ્યાત્મિક દ્રષ્ટિ અને કાવ્ય માટેની અદ્ભુત કલ્પનાશક્તિની પ્રતીતિ થાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા મહાન ગ્રંથનું મૌલિક સર્જન કરનારા શ્રીમદ્ અસાધારણ કોટિના સાહિત્યસ્વામી તથા આર્ષદ્રષ્ટા મહર્ષિ હતા. પોતાના આધ્યાત્મિક સાહિત્યસર્જન દ્વારા તેઓ જૈન સાહિત્યમાં આજે પણ વિશિષ્ટ સ્થાને બિરાજી રહ્યા છે. જૈન સાહિત્ય પ્રાચીન કાળથી માંડીને વર્તમાન કાળ સુધીમાં ઘણું રચાયું છે. ભારતીય સંસ્કૃતિને ઘડનાર પરિબળોમાં જૈન સાહિત્યનો ફાળો ઘણો મોટો છે. શ્રીમદ્ જેવા મહાન સર્જકોની અણમોલ કૃતિઓએ ભારતીય લોકોનાં જીવનના ઘડતર ઉપર ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. સાધકને શાંતરસના અનુભવ તરફ લઈ જતું શ્રીમતું સાહિત્ય મુમુક્ષુસમાજની અણમોલ મૂડી છે. તેમણે અનેક પદ્યકૃતિઓની રચના કરી છે, જે આધ્યાત્મિક અને સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વની છે. તેમાંથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ તેમનું ગુજરાતી સાહિત્યને થયેલું અમૂલ્ય અર્પણ છે, જેમાં તેમને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાનના રસથી તરબોળ થયેલી તેમની અપ્રતિમ બુદ્ધિ અને પ્રતિભાશીલ સર્જનશક્તિ સુંદર સંયોજન પામી છે. સુશ્લિષ્ટ, સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ કલાત્મક રીતે ગૂંથાયેલ આ ગ્રંથ તેમનું અસાધારણ ગ્રંથનિર્માણ કૌશલ્ય દર્શાવે છે. તેમના રોમે રોમમાં ગુંજી રહેલા ઉત્તમ ભાવોના પરિપાકરૂપ, તેમના હૃદયકમળના પરાગરૂપ, સ્વાનુભવના નિચોડરૂપ આ ગ્રંથમાં તેમણે સત્ય દષ્ટિ ઉદ્ઘાટિત કરીને સાધકોને અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org