Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૮૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જે પિંગલનો અભ્યાસ કરતાં તે છંદો પર પ્રભુત્વ પામતાં બીજાઓને વર્ષોના વર્ષો વીતી જાય, તે પિંગળ - છંદશાસ્ત્ર પર આ શીઘ્રકવિનું આટલી નાની વયે પણ એટલું બધું પ્રભુત્વ છે કે વાઘ પર સંગીતપટુની જેમ આ કાવ્યપટુની કાવ્યઅંગુલિ ગમે તે છંદમાં આસાનીથી સ્વચ્છેદે ફરે છે! જે શબ્દચમત્કૃતિ આણતાં બીજાઓને ઘણો ઘણો આયાસ સેવવો પડે છે, તે શબ્દચમત્કૃતિ અનાયાસે આ આજન્મ કવિની સેવા કરે છે; જે અર્થચમત્કૃતિ નીપજાવતાં બીજાઓનો દમ નીકળી જાય છે, તે અર્થચમત્કૃતિ આ નિસર્ગકવિના શબ્દને સહજપણે અનુસરે છે; જે રસ જમાવતાં બીજાઓને મહા પરિશ્રમ કરવો પડે છે, તે રસની જમાવટ આ રસમૂર્તિ શાંતરસાધિરાજ રાજ કવિના કાવ્યમાં સ્વયં આવી ચડે છે; જે કવિપ્રતિભા ચમકાવતાં બીજાઓને ઘણું તપ તપવું પડે છે, તે કવિપ્રતિભા આ તેજોનિધિ કવિના કાવ્યમાં સ્વયં પ્રતપે છે; જે બોધ અવતારતાં બીજાઓને તાણી-તોષીને ઘણો પ્રયાસ કરવો પડે છે, તે બોધ આ વિબુધ કવિના કાવ્યમાં સહજ સ્વભાવે અવતરે છે; જે ધર્મરંગ દાખવતાં બીજાઓને કોટી કોટી ઉપાય કરવા પડે છે, તે નિર્દભ ધર્મરંગ આ ધર્મરંગી કવિના કાવ્યમાં સ્વયં દેખાઈ આવે છે. ૧
શ્રીમનો સ્વભાવ ચિંતનશીલ અને મનનશીલ હતો. તેમનું ચિંતન આત્મલક્ષી જ હતું. બાહ્યલક્ષી સાહિત્ય જેવાં કે વાર્તા, નવલકથા, નાટક આદિ તરફ તેમની રસવૃત્તિ ન હતી. તેમનાં રચેલાં જેટલાં પણ પદ છે, તેમાંનાં દરેક પદમાં અધ્યાત્મ સિવાય બીજો કોઈ પણ રસ નથી. શ્રીમદ્રનું દૃષ્ટિબિંદુ હંમેશાં આત્મકલ્યાણનું જ હોવાથી બાળ કે યુવાન વયે બનાવેલાં તેમનાં પદો અધ્યાત્મ શાંતરસપ્રધાન જ છે. જન્મયોગી એવા શ્રીમની વૃત્તિ અને વલણ અંતર્મુખ હોય તથા તેમની રુચિ અને પ્રવૃત્તિનું ધ્રુવબિંદુ આત્મલક્ષી હોય એ સ્વાભાવિક છે. સાહિત્યસર્જન વિષે શ્રીમદે લખ્યું છે –
કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે, જીવની કલ્પનામાત્ર. ભક્તિપ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિત જ.
કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય નથી; ભગવદ્ભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષયોપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.’ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ. ૧૨૬ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૬૪ (ઉપદેશનોંધ-૭) ૩- એજન, પૃ. ૩૯૦ (પત્રાંક-૪૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org