Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૬૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જીવન અને મરણ બન્ને સમાન છે.'
જ્ઞાનીને જે ક્ષણે અનંત સુખમય એવું નિજસ્વરૂપે પ્રગટ થાય છે, તે જ ક્ષણે તેઓ દેહથી છૂટા પડી જાય છે. દેહવિલયના પ્રસંગે તો માત્ર વ્યવહારથી દેહ અને આત્મા છૂટા પડે છે. તેઓ તો તે પહેલાં દેહથી છૂટા પડી ગયા હોય છે. જ્ઞાનીને અનુભવપૂર્વકની પ્રતીતિ થઈ હોય છે કે હું કંઈ દેહ નથી, હું તો શુદ્ધ શાશ્વત ચેતના છું, દેહનું મૃત્યુ એ મારું મૃત્યુ નથી'; તેથી તેમને દેહના વિયોગનો શોક થતો નથી. ‘દેહ જન્મે છે, દેહ વૃદ્ધ થાય છે અને દેહ મરી જાય છે; ચેતના ન કદી જન્મ લે છે, ન કદી વૃદ્ધ થાય છે અને ન કદી મરે છે' - આમ જાણતા હોવાથી તેમને મૃત્યુનો ભય લાગતો નથી. તેઓ આત્મભાવમાં રત રહે છે. દેહત્યાગના અવસરે જ્ઞાની ભયભીત થયા વિના શૂરવીરતાપૂર્વક નિજ સહજાત્મસ્વરૂપની ઉપાસનામાં નિમગ્ન રહે છે. તેઓ સ્વદ્રવ્યમાં લીન થાય છે અને સ્વસ્વરૂપની લીનતામાં તેમનો દેહ છૂટી જાય છે.
દેહ તો સર્વનો છૂટે છે, પરંતુ આ ઘટના અજ્ઞાની અને જ્ઞાનીમાં તદ્દન અલગ અલગ રીતે ઘટિત થાય છે. દેહત્યાગ વખતે અજ્ઞાની અને જ્ઞાનીનો પુરુષાર્થ જુદી જુદી દિશામાં, એકબીજાથી વિપરીત દિશામાં થાય છે. મૃત્યુ સમયે અજ્ઞાની ઉપયોગને સર્વ બાજુથી સમેટીને આત્મામાં જોડતો નથી, જીવનની છેલ્લી ઘડીઓમાં બહાર જતા ઉપયોગને ખેંચીને સ્વરૂપમાં લગાવતો નથી. તે બહારમાં ફાંફાં મારે છે. અંતસમયે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૨૦ (પત્રાંક-૮૩૩) સરખાવો : (૧) આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૧૮૧
“fમUIS વત્યુ નિ નેમ ઈનય મનડુ નાળિ |
देहु वि भिण्णउँ णाणि तहँ अप्पहँ मण्णइ जाणि ।।' (૨) શ્રી કાર્તિકેયસ્વામીકૃત, કાર્તિકેયાનુપ્રેક્ષા’, ગાથા ૩૧૬ 'देहमिलियं पि जीवं णियणाणगुणेण मुणदि जो भिण्णं ।
जीवमिलियं पि देहं कंचुवसरिसं वियाणेइ ।।' (૩) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૬૩-૬૬
'घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा । घने खदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः ।। जीर्णे वस्त्रे यथाऽऽत्मानं न जीर्णं मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीर्णं मन्यते बुधः ।। नष्टे वस्त्रे यथाऽऽत्मानं न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ।। रक्ते वस्त्रे यथाऽऽत्मानं न रक्तं मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं न रक्तं मन्यते बुधः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org