Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૨
૩૬૯ આવે છે. શુદ્ધ પુરુષની શુદ્ધ દશાને વિચારતાં તેમના માટે અહોભાવ પ્રગટે છે અને તેનું પરિણામ એ આવે છે કે તેવી ઊંચી દશા પ્રત્યે - તેવી વિદેહી દશા પ્રત્યે તેનું અંતરવલણ થાય છે, તેનો પુરુષાર્થ ઊપડે છે અને તે દશાનો તેનામાં આવિર્ભાવ થતો જાય છે. સર્વ ગુણો તેનામાં અંશે અંશે વૃદ્ધિ પામતા જાય છે.
જ્ઞાનીપુરુષનાં દર્શનથી મુમુક્ષુ જીવને નિજ શુદ્ધાત્મસ્વરૂપનું સ્મરણ થાય છે. જ્ઞાનીપુરુષની શુદ્ધતા તેમની નિર્મળ પર્યાય દ્વારા વ્યક્ત થતી હોય છે. તેમના મનવચન-કાયાના યોગ દ્વારા તે શુદ્ધતા ટપકે છે, તેથી તેમનાં દર્શનથી મુમુક્ષુને પોતાના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ થાય છે અને પૂર્ણ શુદ્ધ પરમાત્મદશારૂપ ધ્યેય તાજું થાય છે. મુમુક્ષુને જ્ઞાની પુરુષમાં પોતાના શુદ્ધ સ્વરૂપનું પ્રતિબિંબ દેખાય છે. જ્ઞાનીપુરુષનાં દર્શન કરવાં એટલે દર્પણમાં સ્વને જોવો. દષ્ટિને ‘સ્વ' તરફ દોરે તે દર્પણ. દર્પણ માનવીને પોતાના વિષે વિચાર કરવા પ્રેરે છે. સામાન્યતઃ માનવી દર્પણમાં પોતાનો ચહેરો જુએ છે કે તરત જ એને પોતાના વિષે વિચારો આવવાના શરૂ થાય છે. તેવી જ રીતે જ્ઞાનીપુરુષનાં દર્શનથી જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો થઈ જાય છે, તેમના પંથે પ્રયાણ કરતો થઈ જાય છે. તે પૂર્ણતાના પંથે આગળ વધે છે. તે પોતાનું બહિરાત્મપણું છોડી, પોતાના જ્ઞાનાનંદસ્વરૂપની જાગૃતિરૂપ અંતરાત્મદશા પ્રગટ કરી, તત્પશ્ચાતુ પરમાત્મદશા પ્રગટ કરી અશરીરી સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે. આમ, જ્ઞાનીના અવલંબને જીવ પૂર્ણ પદની પ્રાપ્તિ કરે છે.
તેથી જ શ્રીમદ્ દેહાતીત દશાએ વિચરનારા જ્ઞાની પુરુષોનાં મહાસમર્થ અને અતિ પવિત્ર ચરણોમાં વારંવાર વંદન કરીને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પૂર્ણાહુતિ કરે છે. તેઓ અત્યંત અહોભાવપૂર્વક પરમ પુરુષના ચરણોમાં અગણિત વંદન કરે છે. જેમનાં ચરણ સેવાય તેમના જેવી સિદ્ધિ પ્રગટે' એ ન્યાયથી પોતે પણ પૂર્ણ વિદેહી દશા પ્રગટાવી, અશરીરીપણું પ્રાપ્ત કરી સાદિ-અનંત કાળ માટે મોક્ષપદે બિરાજમાન થશે એવી તેમની ભાવના અને શ્રદ્ધા અહીં જણાઈ આવે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘દેહ છતાં જેની દશા, ચિદાકાર અવિકાર; પરમારથમય ચિત્ત છે, સમ્યક્ ગુણ ભંડાર. પકારક નિજભાવમાં, વર્તે દેહાતીત; સ્વરૂપ સમાધિ સ્વતંત્ર સુખી, કેવળજ્ઞાન સહિત. વીર્ય અનંતુ આત્મનું, પ્રસરે આત્મસ્વભાવ; તે જ્ઞાનીના ચરણમાં, નિજગુણ સુખનો દાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org