Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૭)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જાણી ત્રિકરણ યોગથી, સાચી ભક્તિ સહિત; યથાવિધિ ઉલ્લાસથી, હો વંદન અગણિત.'
“સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ;
ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.” શ્રીમદે જ્યારે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી હતી, ત્યારે તેમણે આ ગાથા ઉપસંહારની અંતિમ ગાથા તરીકે લખી હતી, પરંતુ પાછળથી તેમણે આ ગાથાને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમાવિષ્ટ કરી ન હતી. આ ગાથામાં તેઓશ્રી જણાવે છે કે આત્માની સિદ્ધિ કરાવનારા આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેમણે સાધનદશા અને સિદ્ધદશા સંક્ષેપમાં કહી છે, અર્થાત્ આત્મસિદ્ધિરૂપ સાધ્ય સિદ્ધ કરવા નિશ્ચય-વ્યવહારની સંધિરૂપ સાધનદશા અને તે સાધનદશાની ફળરૂપ સિદ્ધદશા - એ બન્ને દશા આ શાસ્ત્રમાં સંક્ષેપમાં પરંતુ સંપૂર્ણપણે કહેવામાં આવી છે; તેમજ ષડ્રદર્શનની વાત પણ સંક્ષેપમાં અને કોઈ પણ પ્રકારના વિક્ષેપથી રહિત ભાખી છે, અર્થાત્ પરસ્પર વિક્ષેપવિરોધ વિના, મધ્યસ્થ ભાવે શુદ્ધ પરમાર્થ પ્રેમથી અત્રે ષડ્રદર્શનની તત્ત્વમીમાંસા કહેવામાં આવી છે. આ ગાથાની દ્વિતીય પંક્તિનો પ્રકારાંતરે એમ અર્થ પણ થઈ શકે છે કે પ્રદર્શનના સારરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મસિદ્ધિનો અપ્રતિમ ઉપાય સંક્ષેપમાં દર્શાવવાનું ગ્રંથકારનું પ્રયોજન બાહ્યાંતર વિક્ષેપરહિત, નિર્વિઘ્ન પૂર્ણ થયું છે.
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૫૦ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૫૬૫-૫૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org