Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૧
૩૪૧
પ્રત્યે બોધપૂર્ણ રહે છે. આ અભ્યાસથી જ્ઞાયકની ભાવધારા પ્રબળ બનતાં તેને જ્ઞાતાદ્રષ્ટાભાવ વર્તે છે. કોઈ પણ પ્રસંગમાં તે બોધપૂર્ણ રહેવાનું ચૂકતો નથી. ચારે બાજુ જે થઈ રહ્યું છે તેના માત્ર જોનાર તરીકે તે રહે છે. તેનું દર્શન કૅમેરાની આંખ જેવું તટસ્થ હોય છે. કૅમેરાની સામેથી ગાડી નીકળી જાય છે ત્યારે તે તેનો ફોટો પાડી લે છે, પણ તે ગાડી સારી છે, મને ખરીદવી છે' એવા પ્રકારના કોઈ ભાવ, કોઈ ઇચ્છા કૅમેરો કરતો નથી. તેવી જ રીતે વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ પસાર થઈ જાય છે, મુમુક્ષુ તેનો તટસ્થ પ્રેક્ષક રહે છે, તે તેમાં લપાતો નથી. તેનું જીવન પ્રગાઢતાથી, પ્રસન્નતાથી, સ્પષ્ટતાથી, સર્જનાત્મકતાથી ગતિમાન રહે છે.
જેમ જેમ મુમુક્ષુની અંતર્મુખતા વધતી જાય છે, તેમ તેમ તેના મનનું ભટકવું અટકતું જાય છે. તે શાંત થતો જાય છે. જેમ જેમ ગતિ અંદર તરફ થાય છે, તેમ તેમ પ્રબુદ્ધતા ઉદ્ઘાટિત થાય છે. ઉપયોગ વિશેષ વિશેષ અંતર્મુખ થતો જઈ અંતે સ્વરૂપમાં ઠરી જાય છે. તે પર્યાયથી દૂર ખસી પર્યાયવાનમાં સ્થિર થઈ જાય છે. મુમુક્ષુને પોતાનું ત્રિકાળી અસ્તિત્વ ભાસ્યમાન થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
તે મુમુક્ષુ જીવ હવે દશ્યની સાથે તાદાભ્ય ન અનુભવતાં તેનો માત્ર દ્રષ્ટા જ રહે છે. પોતાના દેહ અને મનને પણ નિર્લેપ ભાવે દશ્યના એક ભાગરૂપે જુએ છે, અર્થાતુ પોતાની કર્મકૃત અવસ્થા સાથે તાદાભ્ય ન અનુભવતાં તેનો કેવળ દ્રષ્ટા બની રહે છે. તે શરીર અને મનના સ્તર ઉપર થતી ક્રિયાઓનો માત્ર દ્રષ્ટા રહે છે. તે શરીર અને મનનો કર્તા-ભોક્તા નથી બનતો, દ્રષ્ટા રહે છે. તે સાક્ષી થઈ જાય છે.
મુમુક્ષુ જીવ આ રીતે આત્મસ્વરૂપના ઉપદેશનું શ્રવણ કરી, તેનું અચળપણે અનુપ્રેક્ષણ કરી, પરિશીલન કરી, મનને સ્થિર કરી, અંતરમાં નિજ નિર્મળ આત્મસ્વરૂપની નિશ્ચળપણે પકડ કરી; દેહાદિ તથા રાગાદિથી ભિન્ન અને સર્વોત્તમ એવા શુદ્ધાત્મસ્વરૂપમાં લીન થાય છે, તેનો અનુભવ કરે છે. સ્વાનુભવના આ ક્રમને જે પામે છે તે સમીપમુક્તિગામી મહાભાગ્યશાળી જીવનાં સર્વ કર્મનો ક્રમે કરી નાશ થાય છે. મિથ્યાત્વભાવ તૂટવાથી કર્મની બેડીઓ આપોઆપ તૂટતી જાય છે. મિથ્યા માન્યતા નષ્ટ થવાથી સંસારનું પરિભ્રમણ નષ્ટ થઈ જાય છે અને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. સદાકાળ રહેતા એવા અવિનાશી, અનંત, અતીન્દ્રિય, સ્વાભાવિક આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. જીવનાં સર્વ દુઃખોનો અભાવ થાય છે અને અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે.
જીવ યથાર્થ પ્રયત્ન કરે તો આત્મસ્વરૂપમાં એકાગ્રતા થાય છે અને તેને અવશ્ય સિદ્ધિ મળે છે. નિષ્ઠાપૂર્વકના અભ્યાસથી જીવ આગળ વધે તો અવશ્ય લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. જીવ પ્રયોગને બરાબર અજમાવે તો તેમાં નિપુણ થતાં વાર નથી લાગતી, તેથી જીવે મોક્ષપ્રાપ્તિની સાચી વિધિ બરાબર જાણીને તેનો અભ્યાસ શરૂ કરવો જોઈએ. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org