Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩પ૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માનાં ષટ્રસ્થાનકને સમ્યક્ રીતે સર્વાગપણે નિર્ધારી, દેહાત્મબુદ્ધિ છેદી, નિજ શુદ્ધાત્મસ્વરૂપમાં એકત્વ સાધી, અનંત અતીન્દ્રિય આનંદમાં જેઓ મગ્ન થયા છે; જેઓ દેહ છતાં દેહાતીત જીવન્મુક્તદશાને પ્રાપ્ત થયા છે એવા જ્ઞાની પુરુષનું અત્યંત વિનમ ભાવે, વિનયપૂર્વક અભિવાદન આત્માર્થી જીવથી સહેજે થઈ જાય છે, કારણ કે તે પણ એ જ દશાનો અભિલાષી છે. સમસ્ત પદાર્થોમાં સર્વશ્રેષ્ઠ અને સારભૂત એવા અનંત સુખસ્વરૂપ શુદ્ધ નિજપદની પ્રાપ્તિના અભિલાષી મુમુક્ષુ જીવને આ જ દશા આદર્શરૂપ હોવાથી, અગણિત એવા પરભાવથી વિરામ પામવારૂપ આત્મસંયમમાં પોતાના વીર્યની ફુરણા અર્થે, દેહ છતાં વિદેહી એવા મૂર્તિમાન મોક્ષરૂપ જ્ઞાનીને તે અગણિત વંદના કરે છે.
તે આત્માનો વિકાસ થતાં થતાં જ્યારે જીવને અંતિમ અયોગી ગુણસ્થાનકની વિશેષાર્થ
* પ્રાપ્તિ થાય છે ત્યારે મન-વચન-કાયાના યોગનો અને કર્મની તમામ વર્ગણાઓનો - સમસ્ત પુદ્ગલોનો સંબંધ સર્વ કાળને માટે છૂટી જાય છે. તે અયોગી અબંધ અવસ્થા પામેલ ભગવાન, આયુષ્ય પૂર્ણ થતાં લોકાંતે સિદ્ધશિલાની ઉપર સાદિ અનંત કાળ સુધી અનંત સમાધિસુખમાં બિરાજમાન થાય છે. સિદ્ધદશા કમરજની મલિનતાથી રહિત હોય છે અને આત્મપ્રદેશોના નિષ્કપપણાના કારણે આત્મા અડોલ, અચલ, અત્યંત સ્થિર હોય છે. કર્મરૂપ કાલિમા દૂર થવાથી શુદ્ધ, નિરંજન, ચૈતન્યમૂર્તિ સિદ્ધાત્મા અનન્ય, એક આત્મામય જ, અગુરુલઘુ અને અરૂપી સહજ સ્વાભાવિક નિજાનંદમય વિદેહી દશાવાન હોય છે.
કર્મબંધનો સંપૂર્ણ ઉચ્છેદ થવાથી દેહરહિત સિદ્ધ ભગવાન તો વિદેહી કહેવાય જ છે, પરંતુ દેહ હોવા છતાં પણ દેહના સંસ્કારોથી રહિત એવા અરિહંત ભગવાન પણ વિદેહી - દેહાતીત કહેવાય છે. ૧ પૂર્વબદ્ધ કર્મના કારણે અરિહંત ભગવાન યોગ સહિત છે - દેહધારી છે, છતાં તેઓ સ્વસ્વરૂપમાં સંપૂર્ણપણે સમવસ્થિત હોય છે. બાહ્યાકારે દેહનું પ્રવર્તન થવા છતાં અંતરમાં તો તેઓ સ્વરૂપમાં સદા સ્થિત જ હોય છે. દેહાદિ પ્રત્યેના અહં-મમબુદ્ધિરૂપ પરભાવને ત્યજી, નિજ શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ કરી, ઉત્તરોત્તર ચારિત્રદશા અંગીકાર કરી, મોહનો સર્વથા ક્ષય કરી, સદા સર્વથા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ અરિહંત ભગવાન અનંત અને અતીન્દ્રિય એવા આત્મિક આનંદમાં મગ્ન હોય છે. પ્રસ્તુત ગાથામાં પ્રારબ્ધયોગના કારણે વર્તમાનમાં દેહ સહિત ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત
ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૩, સૂત્ર ૧૦-૧૧ ___ 'विगतदेहाः विदेहाः । के पुनस्ते ? येषां देहो नास्ति, कर्मबन्धसन्तानोच्छेदात् । ये वा सत्यपि देहे विगतशरीरसंस्कारास्ते विदेहाः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org