Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ ગુણને પ્રાધાન્ય ન આપતાં માત્ર દેહાતીતપણાને જ પ્રાધાન્ય આપ્યું છે. તેનું રહસ્ય સમજાવતાં ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે –
આપણો દેહ અને દેહભાવ એટલા વ્યક્ત છે કે જેને આપણે ક્ષણે-ક્ષણે અનુભવી રહ્યા છીએ. દેહભાવ એક ક્ષણ માટે લોપાતો નથી. સુષુપ્તિમાં કે જાગૃતિમાં દેહમાં થનાર પરિણમનને અનુભવી જ રહ્યા છીએ. દેહના એક પણ રોમરાયમાં કંઈ પણ થાય તે તરત વેદીએ છીએ. તેનાથી ઉત્પન્ન સુખ-દુઃખને વેદીએ છીએ. પણ વેદવાવાળો કોણ છે તેની આપણને ખબર નથી. જો થોડા જ ઊંડા જઈને વિચારીએ તો સમજી શકીએ છીએ કે દેહમાં થતાં પ્રકમ્પનોને વેદનાર અન્ય કોઈ છે. અને તે દેહથી જુદો હોય તેવું જણાય છે. પણ આપણે ઊંડા જતા નથી. ઉપરના સ્તર સુધી જ રહીએ છીએ. તેથી દેહભાવથી બહાર આવતા નથી. એમ દેહની સતત અનુભૂતિ છે. આ અનુભૂતિ એ જ દેહાધ્યાસ. જ્યાં સુધી દેહાધ્યાસ દૂર થાય નહીં ત્યાં સુધી આત્મા ઉન્નતિના માર્ગે પ્રયાણ કરી શકે નહીં. તો એક તો આપણને દેહભાવમાંથી છોડાવી આત્મોન્નતિના માર્ગે ચડાવવા માટે અરિહંતના આ ગુણને લક્ષ્ય કરીને કહ્યું છે અને બીજું આપણે દેહને વધુ ઓળખીએ છીએ તેથી દેહાતીત અવસ્થાને ઓળખવી પણ એટલી જ જરૂરી છે એ બતાવવા માટે.”
જેમ જેમ અરિહંત ભગવાનની અલૌકિક દેહાતીત દશાની ઓળખાણ થતી જાય છે, તેમ તેમ મુમુક્ષુને તેમના પ્રત્યે વિશિષ્ટ અહોભાવ આવતો જાય છે. તેને તેમની દેહાતીત દશાનું વારંવાર સ્મરણ રહે છે અને તેમના પ્રત્યે દઢ આશ્રયભક્તિ ઉદિત થાય છે. તે પોતાની દેહાસક્તિ અને જિનેશ્વર ભગવાનની દેહાતીત દશાની તુલના કરે છે અને દેહાતીત દશા પ્રાપ્ત કરવાનો લક્ષ બાંધે છે. પ્રસંગે પ્રસંગે, કાર્યો કર્યો, ક્ષણે ક્ષણે જિનેશ્વર ભગવાનની દેહાતીત દશામાં જ તેની વૃત્તિનું અનુસંધાન રહેતું હોવાથી તેની દેહાત્મબુદ્ધિ મોળી પડતી જાય છે. સ્વ-પર વચ્ચે ભેદજ્ઞાન થાય છે અને અંતર્મુખતા સધાય છે. તે પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય છે અને તેને અનુભવદશા પ્રગટે છે. આ પ્રકારે અરિહંત ભગવાનની દેહ છતાં દેહાતીત દશાના લક્ષે મુમુક્ષુ જીવ પણ તે દેહાતીત દશાનો આસ્વાદ લે છે. જેમ દીપકથી ભિન્ન એવી બત્તી, દીપકની ઉપાસના કરીને તેના જેવી – દીપકસ્વરૂપ થઈ જાય છે; તેમ જીવ પોતાના આત્માથી ભિન્ન એવા અરિહંત ભગવાનની ઉપાસના કરે તો તેવી પરમાત્મદશા પ્રગટ થાય છે. આમ, ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૩, પૃ.૧૨૪-૧૨૫ ૨- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૯૭
'भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः । वर्तिीपं यथोपास्य भिन्ना भवति तादृशी ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org