Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૪૯
‘શુભ દેહ’ કહેવાય છે. પરંતુ જો જીવ વિષયભોગમાં જ જીવન વ્યતીત કરે તો પશુ કરતાં તેની કોઈ વિશેષતા રહેતી નથી. જે જીવને જ્ઞાયકસ્વભાવી આત્માનું ભાન નથી તે મનુષ્યના દેહે મૃગલા સમાન છે.
ગાથા-૧૪૧
કસ્તુરી મૃગને પોતાની ડૂંટીમાં રહેલ સુગંધી કસ્તૂરીનું ભાન નથી હોતું, એટલે સુગંધ શોધવા તે બહાર રખડે છે; તેમ અજ્ઞાની જીવને અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ પોતાના આત્મામાં જ છે એ ખબર નથી હોતી, તેથી તે સુખ માટે વિષયો પાછળ દોડે છે અને મનુષ્યજીવન વ્યર્થ ગુમાવે છે. અજ્ઞાની જીવ મોંઘા મનુષ્યભવમાં મોક્ષનો ઉપાય કરવાને બદલે પોતાનું જીવન વિષયભોગમાં વ્યર્થ ગુમાવી દે છે. કોઈ મૂર્ખ જેમ સુવર્ણના થાળમાં ધૂળ ભરે છે, અમૃત વડે પોતાના પગ ધૂએ છે, કાગડાને ઉડાડવા માટે રત્ન ફેંકે છે; તેમ અજ્ઞાની જીવ પ્રાપ્ત થયેલ અત્યંત દુર્લભ એવો મનુષ્યજન્મ વિષયભોગમાં વેડફી નાખે છે.
જીવ પોતાના અલ્પ મુદતવાળા અનિત્ય મનુષ્યજીવનનો આવો ખોટો ઉપયોગ કરે છે. જીવ જન્મ્યો ત્યારથી જ તેણે સ્મશાને જવાનો રસ્તો પકડ્યો છે. તે પ્રતિક્ષણ સ્મશાન તરફ જઈ રહ્યો છે. ક્ષણે ક્ષણે તેનું આયુષ્ય ઘટતું જાય છે. આયુષ્યમાંથી એક એક દિવસ ઓછો થતો જાય છે. એક એક દિવસ કરીને કેટલાં બધાં વર્ષ વેડફાઈ જાય છે. અનિયત આયુષ્યનો છેલ્લો શ્વાસ ક્યારે લેવાશે એની ખબર નથી, છતાં જીવ ત્વરાથી આત્મકલ્યાણનું કામ કરવાને બદલે ભોગવિલાસ, વિકથા આદિમાં અટકેલો રહે છે. તેવા જીવ માટે ‘પદ્મનંદિ પંચવિંશંતિઃ'માં કહ્યું છે કે આ મનુષ્ય શું વાનો રોગી છે? શું ભૂત-પિશાચ આદિથી હાયો છે? શું ભ્રાંતિ પામ્યો છે? અથવા શું પાગલ છે? કારણ કે તે ‘જીવન આદિ વીજળી સમાન ચંચળ છે' એ વાત જાણે છે, જુએ છે અને સાંભળે પણ છે, તોપણ પોતાના આત્મહિતનું કાર્ય કરતો નથી.૧
આ દુર્લભ અવસર પ્રાપ્ત કરીને પણ જીવ જો આત્માનું હિત ન કરે તો પછી પારાવાર પસ્તાવું પડે છે. જીવ પરદ્રવ્ય અને પરભાવના રસમાં લીન રહી શુદ્ધાત્માની પ્રતીતિ કરવાના ઉદ્યમ માટે જરૂરી સમય ફાળવતો નથી અને મરણનો સમય તો ગમે ત્યારે આવી પહોંચે છે. આત્મપ્રતીતિ ન કરી હોવાના કારણે તે રોગની, વેદનાની, મરણની, એકત્વબુદ્ધિની, આર્તધ્યાનની ભીંસમાં ભીંસાઈને દેહ છોડે છે. તે મનુષ્યભવ ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશંતિઃ', અધિકાર ૩, શ્લોક ૪૭ ‘વાતૂહ एष किमु किं ग्रहसंगृहीतो भ्रान्तोऽथ वा किमु जनः किमथ प्रमत्तः I जानाति पश्यति शृणोति च जीवितादि विद्युच्चलं तदपि नो कुरुते स्वकार्यम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org