Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાયકતત્ત્વ. જો એની સ્મૃતિ નિરંતર રહે તો અસત્યમાંથી સત્ય તરફ ગતિ કરી શકાય. જ્યારે ક્ષણિક નામ-રૂપ ભુલાઈ જાય છે અને દૃષ્ટિ અંદરના અનામી, અરૂપી તત્ત્વ ઉપર પડે છે ત્યારે તે શાશ્વતમાં પ્રવેશ કરે છે, ત્રિકાળી સત્ને આસ્વાદે છે.
મુમુક્ષુ જીવને સાચી સમજણ હોય છે કે હું શુદ્ધ ચેતનારૂપ છું. શુભાશુભ પરિણામોથી રહિત એવો અમલ આત્મા છું. શરીર-વાણી-મન તથા પુણ્ય-પાપનાં પરિણામથી હું પર છું. સર્વ પર દ્રવ્યો અને પરભાવોથી હું ભિન્ન છું. દેહાદિ પરપદાર્થ તો મારા છે જ નહીં; અને તેને પોતાના જાણવાવાળી જ્ઞાનની પર્યાય, તેને પોતાના માનવાવાળી શ્રદ્ધાની પર્યાય તથા તેના નિમિત્તે રાગ-દ્વેષ કરવાવાળી ચારિત્રની પર્યાય પણ હું નથી, અર્થાત્ મલિન પરિણમન - વિકારી પર્યાય પણ હું નથી. હું એનો માત્ર જ્ઞાતા છું. સ્વાભાવિક અંતરજ્યોતિથી, જ્ઞાનભૂમિકાની સત્તામાં આ બધું જ જણાય છે તે હું નથી, પણ તેને જાણનારો તે હું છું. પણ મારા જ્ઞાનમાં જણાય છે, પણ પરમાં મારો પ્રવેશ નથી અને મારામાં પરનો પ્રવેશ નથી. જ્ઞાન મારો સ્વભાવ છે. રાગ-દ્વેષ કરવા એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ માત્ર જાણવું-જોવું છે. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વભાવી છું. હું સદા જ્ઞાયક છું, અર્થાત્ મારું જાણવાનું કાર્ય તો ક્યારે પણ અટકતું નથી.'
પોતાના સ્વાધીન, અખંડ, પૂર્ણાનંદી જ્ઞાયકસ્વભાવની સમજણ થતાં મુમુક્ષુને પર પાસે જવાની જરૂર લાગતી નથી, પરની કોઈ ખેવના રહેતી નથી. હું મારામાં પરિપૂર્ણ છું' એવો સ્વરૂપનિર્ણય દઢ થતાં તે પરમાંથી કંઈ લેવા ઇચ્છતો નથી. તેને બહાર કંઈ પણ શોધવાનું રહેતું નથી. સ્વનો નિર્ણય થતાં અન્યની ગુલામી છૂટતી જાય છે, પરાધીનતાનો ભાવ મંદ થતો જાય છે. જન જનની અને કણ કણની - પ્રત્યેક જીવદ્રવ્યની અને પ્રત્યેક પુદ્ગલ દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો નિર્ણય થતાં સ્વાધીનતાનો ભાવ જાગૃત થાય છે, સ્વાવલંબનની ભાવના પ્રબળ થાય છે.
મુમુક્ષુ જીવ પરમાંથી ચિત્તવૃત્તિઓને યથાર્થ સમજણપૂર્વક સમેટીને સ્વમાં ઠરવાનો સઘન પ્રયાસ કરે છે. તે ચિત્તવૃત્તિને અંતર્મુખ કરી શુદ્ધ જ્ઞાયકભાવમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે. તેની વૃત્તિ સ્વભાવસમ્મુખ ઢળે છે. ચેતના અંતર તરફ વળે છે. જે ઉપયોગ દશ્ય તરફ જતો હતો તે પોતા તરફ - દ્રષ્ટા તરફ વળે છે. જોનાર અંદર છે, પરંતુ પૂર્વે આ જોનાર તરફ ધ્યાન જ આપ્યું ન હતું. ધ્યાન દશ્ય તરફ વહી રહ્યું હતું. જે દેખાતું હતું તેમાં જ તે લીન હતો. જોનાર તરફ તે વળ્યો ન હતો. હવે તે પોતા તરફ વળે છે, અંતર્મુખ થાય છે.
મુમુક્ષુ જીવ દરેક કાર્યમાં સાક્ષીભાવે રહેવાનો અભ્યાસ કરે છે. બહારમાં કોઈ પણ કાર્ય ચાલુ હોય ત્યારે તે સ્વકેન્દ્ર પ્રત્યે સજાગ રહેવાનું ચૂકતો નથી. તે સ્વકેન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org