Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
३४४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પુરુષાર્થ પ્રગટાવી, બે ઘડીમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે.
મોક્ષે જવાનો માર્ગ ત્રણે કાળમાં એક જ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર - આ ત્રણની અવિરુદ્ધ એકતા તે મોક્ષમાર્ગ છે. સાચું માનવું, જાણવું અને આચરવું તે વાસ્તવિક મોક્ષમાર્ગ છે. આત્મા આનંદનો રસકંદ છે, જ્ઞાનનો ઘનપિંડ છે, તેમાં એકત્વ સ્થાપવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે, તેને જાણવાથી-ઓળખવાથી સમ્યજ્ઞાન પ્રગટે છે અને તેમાં રમણતા કરવાથી સમ્યફચારિત્ર પ્રગટે છે. જ્ઞાની ભગવંતોએ આત્માને શાશ્વત, સર્વજ્ઞસ્વભાવી, સર્વશુદ્ધ બતાવી, તેની જ શ્રદ્ધા કરવાની, તેનું જ જ્ઞાન કરવાની તથા તેમાં જ રમણતા કરવાની પ્રેરણા આપી છે. જ્ઞાની ભગવંતોએ દર્શાવેલા આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગનું જ શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જુદી જુદી રીતે નિરૂપણ કર્યું છે.
અનંત જ્ઞાનીઓએ જે મોક્ષમાર્ગ બતાવ્યો છે, તે જ મોક્ષમાર્ગ શ્રીમદે પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવ્યો છે. તેથી આ શાસ્ત્રમાં મોક્ષના ઉપાયનું જે વિધાન કર્યું છે તે મુજબ વર્તવાથી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય એ નિઃસંદેહ છે. શ્રીમદે બતાવ્યા મુજબ અંધકાર જેમ પ્રકાશ થતાં નાશ પામે છે, તેમ અજ્ઞાન-અંધકાર જ્ઞાનપ્રકાશ થતાં નાશ પામે છે અને જે જીવ જ્ઞાનપ્રકાશ પ્રગટાવે છે તે અવશ્ય મોક્ષ પામે છે; મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધનાં કારણોને છેદે એવી આત્મદશા જે જીવ પ્રગટાવે તે અવશ્ય મોક્ષ પામે છે; રાગ, દ્વેષ અને અજ્ઞાનરૂપ ગાંઠની નિવૃત્તિ જે જીવ કરે તે અવશ્ય મોક્ષને પામે છે; સત્, ચૈતન્યમય, સર્વાભાસરહિત આત્મા જે જીવ પામે તે અવશ્ય મોક્ષને પામે છે; દર્શનમોહ અને ચારિત્રમોહને અનુક્રમે બોધ અને વીતરાગતા વડે જે જીવ હણે તે અવશ્ય મોક્ષને પામે છે; જે જીવ ક્રોધાદિ ભાવોને ક્ષમાદિ ભાવ વડે હણે તે જીવ અવશ્ય મોક્ષને પામે છે. આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે વિવિધ પ્રકારે મોક્ષમાર્ગ - મોક્ષનો ઉપાય દર્શાવ્યો છે. તે પ્રમાણે જે જીવ વર્તે છે, તે અવશ્ય મોક્ષને પામે છે. આ વિષે ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
આ ષસ્થાનક સમ્યક્ વિવેક - વિચારપૂર્વક જાણીને છઠું સ્થાનકનું - મોક્ષના ઉપાયનું આચરણ કરવામાં આવે, તો મુમુક્ષુનું ઇષ્ટ સાધ્ય - ઉપેય મોક્ષ - આત્મસિદ્ધિ સિદ્ધ થાય. તેમાં કોઈ સંદેહ નથી - શંકા સંશય નથી. કારણ કે “ઉપેય’ પ્રત્યે લઈ જાય તે જ “ઉપાય' કહેવાય છે, એટલે ખરેખર! સાધ્ય ઉપેય પ્રત્યે લઈ જનાર આ મોક્ષઉપાય સાધન અચૂક અવિસંવાદી છે, - તે મોક્ષપદ અવશ્ય અચૂકપણે પ્રાપ્ત કરાવે જ; જે ન કરાવે તો તે ઉપાય પણ કહેવાય નહીં - તેને “ઉપાય' નામ પણ ઘટે નહીં. પણ અત્રે જે દર્શાવ્યા તે તો અચૂક અવિસંવાદી મોક્ષઉપાય છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org