Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૩૮
* શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ઉપાજ્ય ગાથામાં આ શાસ્ત્રનો નિચોડ અભુત શૈલીથી વણી લીધો છે.
- મોક્ષરૂપી પંચમ સ્થાનકની પ્રાપ્તિ સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શન પામી, ચારિત્રવિશેષાર્થ
| મોહનો ક્ષય કરી, વીતરાગદશા પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન પ્રગટાવવાથી થાય છે. તેમાં સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે બે કાર્યની આવશ્યકતા રહે છે - આત્મા વિષે જાણવું અને ઉપયોગને અંતર્મુખ કરી આત્માને જાણવો, અર્થાત્ પ્રથમ આત્માના સ્વરૂપનો નિર્ણય કરવો અને પછી વૃત્તિને અંતર્મુખ કરી આત્માનો અનુભવ કરવો. પ્રથમ કાર્યમાં આત્મસ્વરૂપનો વિચાર કરવાનો છે, આત્માનાં પ્રથમ પાંચ પદનો વિચાર કરવાનો છે, જ્યારે દ્વિતીય કાર્યમાં ઉપયોગને અતીન્દ્રિય તથા નિર્વિકલ્પ કરવાનો છે. આ પ્રક્રિયાને એક દષ્ટાંત વડે સમજીએ. એક માણસને તેના પિતાએ દાટેલા ખજાનાની વિગત ધરાવતો એક નકશો મળ્યો. તેણે નકશાનો અભ્યાસ કરીને તે નકશાને પૂરેપૂરો સમજી લીધો; પણ નકશાને સમજી લેવામાત્રથી કાંઈ ધનની પ્રાપ્તિ થાય નહીં. ધનપ્રાપ્તિ તો ત્યારે થાય કે જ્યારે નકશામાં સંકેત કરેલા સ્થળે જાય, તે જગ્યા ખોદ અને ધન મળે ત્યાં સુધી ખોદવાનું કામ ચાલુ રાખે. આત્મપ્રાપ્તિ માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. આત્માનાં પ્રથમ પાંચ પદ વિષેની વિચારણા કરીને તત્ત્વને સમજી, તત્ત્વનિર્ણય કરવો ઘટે છે અને તત્ત્વનિર્ણયમાં જ અટકી ન રહેતા, અંતરમાં ઊતરી, તત્ત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત ખોજ ચાલુ રાખવી ઘટે છે, જેથી કોઈ ધન્ય પળે તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
આત્માનુભૂતિનો પ્રારંભિક ઉપાય તત્ત્વવિચાર છે. તત્ત્વનિર્ણય એ જ ધર્મની નક્કર ભૂમિકા છે. તત્ત્વાર્થના શ્રદ્ધાનરૂપ આત્માનાં જે પરિણામ છે. તે મોક્ષનું સાધન છે. ધર્મ પ્રગટ કરવા અર્થે તત્ત્વોનું જ્ઞાન કરવું આવશ્યક છે. ભૂલભરેલી માન્યતાઓ તત્ત્વજ્ઞાનપૂર્વક સુધારવી ઘટે છે. વસ્તુના સ્વરૂપની સાચી સમજ કરવી ઘટે છે અને તે માટે વસ્તુતત્ત્વને સમજવું આવશ્યક છે.
વિચારણા કરવાથી તત્ત્વનિર્ણય થાય છે. વિચાર કર્યા પહેલાં માની લેવું તે ઘાતક નીવડે છે. મોક્ષમાર્ગમાં વિચાર્યા વિના વિશ્વાસ કરવાની વૃત્તિ મોટો અવરોધ છે. વિચારણા વિનાનો આંધળો વિશ્વાસ બાધારૂપ છે. જે લોકો વિચાર્યા વિના માની લે છે, તેઓ યથાર્થ દિશામાં ચાલતા નથી. ધર્મને પ્રાપ્ત કરવા માટે વિચાર અને વિવેકની દિશા પકડવી ઘટે છે.
આંધળું અનુકરણ કરવાથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનીનાં વચનોને ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ
સ્વામીકૃત ટીકા, સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૧, સૂત્ર રની ટીકા 'तत्त्वार्थश्रद्धानं ह्यात्मपरिणामो मोक्षसाधनं युज्यते, भव्यजीवविषयत्वात् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org