Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા
ગાથા ૧૪૦માં શ્રીમદે કહ્યું કે જેમને જગતના સમસ્ત પદાર્થો એઠ સમાન ભૂમિકા અરમણીય અને સ્વપ્ન સમાન અસ્થિર ભાસે છે, તેમને જ સાચા આત્મજ્ઞાની જાણવા. જેને જગત પ્રત્યે પરમ ઉદાસીનભાવ વર્તતો નથી તે માત્ર વાચાજ્ઞાની છે, સાચા જ્ઞાની નથી, અર્થાત્ અજ્ઞાની છે.
અર્થ
ગાથા
આ રીતે વાચાજ્ઞાનીના સ્વરૂપથી સ્પષ્ટ રીતે જુદું પડતું એવું આત્મજ્ઞાનીનું સ્વરૂપ બતાવી, શ્રીમદે આ વિષય પૂર્ણ કર્યો. હવે આ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પૂર્ણાહુતિ કરતાં પહેલાં આ શાસ્ત્ર ભણીને શું કરવું જોઈએ અને તેમ કરવાથી કયું ફળ મળશે તે બતાવતાં શ્રીમદ્ કહે છે
-
૧૪૧
Jain Education International
સ્થાનક પાંચ વિચારીને, છઠ્ઠ વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.' (૧૪૧)
પાંચે સ્થાનકને વિચારીને જે છઠ્ઠું સ્થાનકે વર્તે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષપદ, તેને પામે. (૧૪૧)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની આ ઉપાત્ત્વ ગાથામાં છેલ્લી ભલામણ કરતાં
ભાવાર્થ શ્રીમદ્ કહે છે કે ‘આત્મા છે’, ‘તે નિત્ય છે', ‘કર્મનો કર્તા છે', ‘કર્મફળનો ભોક્તા છે’ અને ‘મોક્ષ છે’; આત્માનાં આ પાંચ પદને બરાબર વિચારી-સમજીને, તેની યથાર્થ પ્રતીતિ કરીને જે કોઈ જીવ છઠ્ઠા પદ અનુસાર વર્તશે, અર્થાત્ મોક્ષના ઉપાયમાં પ્રવર્તશે તે જીવ અવશ્ય પાંચમું સ્થાનક મોક્ષપદને પામશે. આ વાતમાં બિલકુલ સંદેહ નથી.
For Private & Personal Use Only
શ્રીમદે આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છએ પદને ગુરુશિષ્યસંવાદરૂપે ન્યાયયુક્ત દલીલો વડે સિદ્ધ કરી આપ્યાં છે. તે બોધને યથાર્થપણે અવધારી, તેના અંતર્ગત ભાવને વિચારબળથી ગ્રહણ કરી, અંતરમાં પરિણમાવવાથી અવશ્ય આત્માની સિદ્ધિ થાય છે. જેમ જેમ સદ્વિચારશ્રેણી ઉપર ચડાય છે, તેમ તેમ અંતરમાં પુરુષાર્થ સ્કુરાયમાન થાય છે અને નિશ્ચયપણે કાર્યસિદ્ધિ થાય છે. તેથી અહીં જણાવ્યું કે જે જીવ પ્રથમ પાંચ સ્થાનકોનો સમ્યક્ વિચાર કરી, નિઃશંક શ્રદ્ધા લાવી, છઠ્ઠા સ્થાનકમાં અર્થાત્ મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીની આરાધનામાં પ્રવૃત્ત થાય છે, તે જીવ તેના ફળરૂપે મોક્ષને પામે છે. તેનો આત્મા સિદ્ધગતિને પામે છે એમાં કોઈ શંકા નથી. આમ, શ્રીમદે આ
www.jainelibrary.org