Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૦
૩૨૯
પરંતુ તે સર્વ તો સ્વભાવથી જ ક્ષણભંગુર છે, વિનાશશીલ છે, તેથી તેનું સ્થિર રહેવું અસંભવ જ છે. સંયોગોને સ્થિર કરવાના તેના પ્રયત્ન રેતીમાંથી તેલ કાઢવા જેવા નિરર્થક સિદ્ધ થાય છે. વારંવારની અસફળતાથી ખેદ ઉત્પન્ન થાય છે, આકુળતાવ્યાકુળતા વધતી જ રહે છે; અને આવી અનંત અસફ્ળતાઓ છતાં પણ વાચાજ્ઞાની જ દિશામાં પ્રયત્ન કરે છે.
જ્ઞાનીને સંયોગમાં આધારબુદ્ધિ નથી હોતી, એટલે તેમને સંયોગની ચિંતા થતી નથી. તેઓ દરેકે દરેક, અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગનું પ્રસન્ન ચિત્તથી સ્વાગત કરે છે. તેમને સંયોગ-વિયોગમાં સહજ સમતાભાવ રહે છે, રાગ-દ્વેષ થતા નથી. તેઓ સંયોગવિયોગમાં હર્ષ-શોક કરતા નથી. સંયોગોને જાળવવા, હટાવવાના નિરર્થક વિકલ્પોથી પ્રયત્નોથી તેઓ વિરામ પામ્યા હોય છે. તેમને બાહ્યમાં ફેરફાર કરવાની વૃત્તિ બિલકુલ ઊઠતી નથી. તેઓ માત્ર તેના જાણનાર રહે છે. તેઓ પ્રત્યેક પરિસ્થિતિ પ્રત્યે અનાસક્ત રહે છે. આથી વિપરીત, વાચાજ્ઞાની વસ્તુના પરિણમનસ્વભાવનો સ્વીકાર કરી શકતો નથી અને તેથી તે સંયોગોમાં ફેરફાર કરવાની વિચારણા, ચેષ્ટા કર્યા જ કરે છે. સંયોગોને બદલવાની ઇચ્છા રાખી, પોતાનું સમગ્ર બળ અને ધ્યાન તે સંયોગોનું રૂપાંતરણ કરવામાં કેન્દ્રિત કરે છે. પોતાની દૃષ્ટિમાં પરિવર્તન લાવવાને બદલે તે પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. પરિસ્થિતિ પ્રત્યે અનાસક્તભાવ કેળવવાને બદલે તે પરિસ્થિતિમાં પલટો લાવવા મથે છે.
જ્ઞાની સંયોગનું શરણ નથી લેતા, પણ સ્વભાવનું શરણ છે. ક્ષણભંગુર સંયોગોની અને તેના લક્ષે થતાં શુભાશુભ પરિણામની ભાવના છોડીને તેઓ ધ્રુવ ચિદાનંદની જ ભાવના ભાવે છે. તેમની દૃષ્ટિ પરિણમનશીલ સંયોગો અને પર્યાયોથી હટીને અપરિણામી દ્રવ્યસ્વભાવ ઉપર સ્થિર થઈ હોય છે. વાચાજ્ઞાની ત્રિકાળી સ્વભાવની વાતો કરતો હોવા છતાં સ્વભાવને ન જોતાં સંયોગને જ જુએ છે. તે સંયોગો તરફ જ જોયા કરે છે, સંયોગોથી ભિન્ન એવા આત્મા તરફ જોતો નથી. તે સંયોગી ભાવના કરે છે અને સ્વભાવ સાથે એકત્વ સાધતો નથી.
વાચાજ્ઞાનીનું પરિણમન જ્ઞાનીના પરિણમનથી સાવ વિપરીત હોવા છતાં પણ તે ભાષા તો જ્ઞાની જેવી વાપરે છે. તે બોલે તો એમ જ છે કે સંયોગો અસાર અને અનિત્ય છે. તે સંયોગોની અસારતા-અનિત્યતાની ચર્ચાઓ કરે છે, પરંતુ જ્યારે કોઈ પ્રસંગ ઉદ્ભવે છે ત્યારે તેનું વલણ બિલકુલ જુદું હોય છે. પોતે જે બોલતો હોય છે તેને અનુરૂપ તેનો વ્યવહાર નથી હોતો. તે સંયોગોમાં આસક્ત થઈ જાય વાચાજ્ઞાનીને ઇન્દ્રિયવિષયોના ગ્રહણકાળે તેની મુખ્યતા ભાસે છે. તેની અસારતા અને અનિત્યતા તે જોઈ શકતો નથી, એટલે તેને તેમાં જ એકાકાર બુદ્ધિ થવાથી હર્ષ-શોકનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org