Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. જે લોકો અંતરમાં તથારૂપ પરિણમન વિના પોતાને જ્ઞાની માને-મનાવે છે, તેમની ભ્રાંતિ ઓગાળવા - તેમની સત્યતા ચકાસવા શ્રીમદે માપદંડ આપ્યા છે. કઈ દશાવાળી વ્યક્તિને જ્ઞાની ગણી શકાય તેની કસોટી કરવા માટે તેમણે સચોટ માપદંડ આપ્યા છે. આ માપદંડથી જીવ જ્ઞાની-અજ્ઞાનીની યથાર્થ ઓળખાણ કરી શકે છે. શ્રીમની નિરૂપણ શૈલી વિષે ડૉ. સરયૂબહેન મહેતા લખે છે કે –
જ્ઞાનીદશાના સૌથી પહેલા લક્ષણ તરીકે શ્રીમદે અહીં “મોહક્ષય'ને બતાવેલો છે; અને બીજું લક્ષણ છે સંસાર તરફની ઉદાસીનતા. આ બન્ને લક્ષણો તેમણે પ્રતીતિકર ભાષામાં આપ્યાં છે. તેમણે જણાવેલાં આ લક્ષણો એવાં છે કે જેને કસોટી તરીકે સ્વીકારવાથી માણસની દશા કેવી છે તેનો ખ્યાલ ઝડપથી આવી જાય. ગમે તેવી ઊંચી વાતો કરનાર માણસ જ્ઞાની છે કે નહીં તે જાણવા માટે તેનામાં મોહ અને સંસાર પ્રત્યેની રુચિ કેવી છે તે જોવાથી સમજી શકાય છે. કોઈ પણ વ્યક્તિ કસોટી કરી શકે તેવાં અનુભવમૂલક લક્ષણો શ્રીમદે અહીં વ્યક્ત કર્યા છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘સકળ જગત તે એઠવત, જડમય ક્ષણભંગુર; જાણી ઇચ્છા તેહની, નવિ પ્રગટાવે ઉર. જેમ તે જગને જાણતો, અથવા સ્વપ્ન સમાન; ખોટી બાજી સમજીને, નિજ ભૂલે નહીં ભાન. જાગૃત નિજ ઉપયોગમાં, સમ્યક્ યુક્ત સદાય; તે કહીએ જ્ઞાનીદશા, હર્ષ શોક નહીં ક્યાંય. સુખ-દુઃખમાં સમભાવથી, વર્તે જ્ઞાન પ્રધાન; આત્મભાવની એ દશા, બાકી વાચાજ્ઞાન.' ૨
૧- ડૉ. સરયૂબહેન મહેતા, “શ્રીમની જીવનસિદ્ધિ', ત્રીજી આવૃત્તિ, પૃ. ૨૩૩
‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૫૭-પ૬૦)
૨- ૨ાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org