Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૪૦
૩૨૭ જ્ઞાનીપુરુષોનો ત્યાગ ઉપલબ્ધિપૂર્વકનો ત્યાગ છે. તેમનો ત્યાગ ઉપલબ્ધિનું પરિણામ છે. તેમના ત્યાગના મૂળમાં ઉપલબ્ધિ છે. અંતરમાંથી જ્ઞાનનો જે પ્રવાહ વહે છે તે બધા ખોટા કચરાને બહાર ફેંકી દે છે. તેમને અંતરમાં સત્યની અનુભૂતિ થઈ હોવાથી બાહ્યમાં પરવસ્તુઓનો ત્યાગ થતો જાય છે. સત્યને જાણ્યું હોવાથી, અનુભવ્યું હોવાથી તેમને કોઈ પણ ત્યાગ પરાણે નથી કરવો પડતો. સ્વરૂપની પકડપૂર્વક જીવતા હોવાથી કોઈ વસ્તુ તેમણે પરાણે ત્યાગવી પડતી નથી. તેમનો ત્યાગ સહજ હોય છે. તેમનો ત્યાગ ઉપલબ્ધિની ભૂમિ ઉપર ઊભેલો હોવાથી સહજ અને સરળ હોય છે.
જ્ઞાનીને જે અંદર પ્રાપ્ત થયું છે એની સરખામણીમાં બહારનું બધું વ્યર્થ લાગે છે. જ્યાં સુધી શ્રેષ્ઠતર ન મળે ત્યાં સુધી જે હાથમાં હોય તે જ શ્રેષ્ઠ લાગે છે. જ્યાં સુધી પોતાની પાસે છે તેનાથી શ્રેષ્ઠતર ન મળે ત્યાં સુધી પોતાની પાસે છે એને નિકૃષ્ટ માની શકાતું નથી. જ્યારે શ્રેષ્ઠતર હાથમાં આવે છે ત્યારે જે હાથમાં છે તે આપોઆપ નિકૃષ્ટ બનીને છૂટી જાય છે. શ્રેષ્ઠતર મળ્યા પછી બીજામાં રસ પડતો નથી. જ્ઞાનીઓએ શ્રેષ્ઠ મેળવ્યું હોવાથી તેનાથી કનિષ્ઠ એવું સર્વ છૂટી જાય છે. શ્રેષ્ઠ હાથમાં આવતાં જગતના પદાર્થોની નિરર્થકતાનો સ્વાનુભવસિદ્ધ બોધ તેમને થઈ જાય છે અને નિરર્થક વસ્તુઓ છૂટી જાય છે. સમાધિસુખ મળતાં સાંસારિક સુખરૂપી વ્યર્થ કચરો છૂટી જાય છે. જ્યારે મહાન સુખ હાથમાં આવી જાય તો ક્ષુદ્ર સુખની ચિંતા કોણ કરે? જેના હાથમાં હીરા આવી જાય તે કાંકરા-પથ્થરને શા માટે પકડી રાખે? હાથમાં હીરા આવ્યા પછી કાંકરા-પથ્થરને પકડી રાખવાની કોઈ જરૂર રહેતી નથી અને તેથી ત્યારે કાંકરાપથ્થર આપોઆપ ફેંકાઈ જાય છે. હીરા હાથમાં આવી જાય તો કાંકરા-પથ્થર આપોઆપ છૂટી જાય છે, છોડવા પડતા નથી. જ્ઞાનીને આત્મારૂપી હીરો મળી ગયો હોવાથી સંસારના પદાર્થોરૂપી કાંકરા-પથ્થર છૂટી જાય છે.
જ્ઞાની પુરુષને ત્યાગ કર્યાનું સ્મરણ પણ થતું નથી. તેમને ખબર પણ નથી રહેતી કે તેમનાથી શું છૂટી ગયું. તેઓ તો જે મળ્યું છે તેના આનંદમાં મગ્ન હોય છે. સાચો ત્યાગ હોય તો પાછળ ત્યાગેલ વસ્તુની સ્મૃતિ નથી રહી જતી. વાસ્તવિક ત્યાગ પોતાની પાછળ કોઈ નિશાની મૂકી જતો નથી. જેમ આકાશમાં ઊડતા પક્ષીની પાછળ તેનાં પગલાંનાં નિશાન પડતાં નથી, તેમ વાસ્તવિક ત્યાગ એક ઉડાણ છે, જેમાં પાછળ કોઈ ચિહ્ન રહેતું નથી.
આ પ્રકારે જ્ઞાનીને જગતના પદાર્થોમાંથી સુખની ભ્રાંતિ ટળી ગઈ હોય છે અને તે સર્વ પ્રત્યે ઉદાસીનવૃત્તિ ઉત્પન્ન થઈ હોય છે. જો જગતના પ્રસંગો અને પ્રકારો પ્રત્યે પરમ ઉદાસીનભાવ વર્તતો હોય તો જ જ્ઞાનીદશા છે, બાકી તો કથનમાત્ર ધારણા છે. જીવ ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ કરે પણ જો સંસારના પ્રસંગો અને પ્રકારોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org