Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
લખે છે –
‘નિયતિવશે હલુ કરમો થઈને, નિગોદ થકી નીકલિયો; પુણ્ય મનુજ ભવાદિક પામી, સદ્ગુરુને જઈ મલિયો રે પ્રાણી. ભવસ્થિતિનો પરિપાક થયો તવ, પંડિત વીર્ય ઉલ્લસિયો; ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસીઓ રે પ્રાણી.
અહીં જણાવ્યા પ્રમાણે અનાદિથી નિગોદમાં પડેલો જીવ ‘ભવિતવ્યતાના યોગે હળુકમ થાય છે અને નિગોદની બહાર નીકળી બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય આદિ યોનિઓમાંથી પસાર થતો થતો આગળ વધે છે અને પછી પુણ્ય ‘કર્મ નો ઉદય થતાં મનુષ્યજન્મનો યોગ થાય છે અને મહત્પષ્યના ઉદયથી સગુરુનો યોગ પામે છે. ‘ભવસ્થિતિ' પરિપાક થતાં તેનું આત્મવીર્ય ઉલ્લસિત થાય છે અને તે ‘ઉદ્યમ' કરવા પ્રેરાય છે. જીવમાં રહેલ “સ્વભાવ'રૂપ ભવ્યત્વના કારણે તે મોક્ષ પામે છે. આમ, નિગોદથી શરૂ કરીને મોક્ષ સુધીની યાત્રામાં જીવ પાંચે સમવાયના યોગ વડે લક્ષ્યને પ્રાપ્ત કરે છે.
દરેક કાર્યમાં આ રીતે પાંચ સમવાય સંગઠિત થાય છે. વસ્તુસ્થિતિ જ એવી છે કે કાર્યની સંપન્નતામાં પાંચ કારણ નિશ્ચિતરૂપે હોય છે. કાર્યમાં પાંચ કારણોનું હોવું તે વસ્તુની સ્વતંત્ર કાર્યવ્યવસ્થા છે. કાર્યવ્યવસ્થા એ પાંચ સમવાયનું એક અખંડ માળખું છે. કાર્યવ્યવસ્થામાં પાંચ સમવાય આવશ્યક અને અંગભૂત છે. કોઈ પણ એક અંગ ન હોય તો કાર્ય થવું સંભવિત નથી. વસ્તુની કાર્યવ્યવસ્થામાં કોઈ પણ અંગની ઉપેક્ષા થઈ શકે એમ નથી. જીવે આ પાંચે આંગની મૈત્રીરૂપ કાર્યવ્યવસ્થાની સમજણ કરવી જોઈએ. કાર્યવ્યવસ્થાનો યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
જીવે પાંચે સમવાયોનો યથાર્થ સ્વરૂપે સ્વીકાર કરવો જોઈએ. જ્ઞાનમાં એ સર્વનું રહણ કરવું જોઈએ. પોતાના પક્ષપાતને વશ થઈ વસ્તુસ્વરૂપનો, સિદ્ધાંતનો નિરાદર ના કરવો જોઈએ. પાંચ સમવાયમાંથી કોઈ એકને સ્વીકારી, અન્યનો નિષેધ ન કરવો જોઈએ. કોઈ એક કારણથી જ કાર્ય થાય છે એમ સમજવાનું નથી. કોઈ એક કારણને કાર્યવ્યવસ્થાનું પૂર્ણ રૂપ માની લેવાનું નથી, પણ તેને કેવળ એક અંગ સમજવાનું છે. કાર્યોત્પત્તિમાં અન્ય કારણોનો પણ સ્વીકાર કરવાનો છે. યથાર્થ પ્રતીતિ કરવાની છે કે કેવળ એક કારણથી જ કાર્ય સિદ્ધ થતું નથી. તેમાં બીજાં કારણોની પણ આવશ્યકતા રહે છે. કાર્યોત્પત્તિમાં પાંચ કારણોના સમવાયને સમ્યકુ ઘોષિત કરતાં આચાર્યશ્રી ૧- ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીરચિત, શ્રી વીરજિનનું ‘પાંચ સમવાય કારણનું સ્તવન', ઢાળ ૬,
કડી ૬,૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org