Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ઉપાદાન
નિમિત્ત
(૧) ત્રિકાળી ઉપાદાન (૨) ક્ષણિક ઉપાદાન
(૧) અંતરંગ (૨) બહિરંગ
(i) અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય (ii) તત્સમયની યોગ્યતાનો ઉત્પાદ
ત્રિકાળી ઉપાદાન એ ઉપાદાનનો પ્રથમ પ્રકાર છે. જે દ્રવ્ય અથવા ગુણ સ્વયં કાર્યરૂપે પરિણમે એ દ્રવ્ય અથવા ગુણને એ કાર્યનું ત્રિકાળી ઉપાદાનકારણ કહે છે. જે પદાર્થમાં કાર્ય નિષ્પન્ન થાય છે, તે ત્રિકાળી ઉપાદાનકારણ કહેવાય છે. પદાર્થની નિજ સહજ શક્તિ મૂળ સ્વભાવ એ ધ્રુવ ત્રિકાળી ઉપાદાનકારણ છે. ક્ષણિક ઉપાદાન બે પ્રકારનું છે
-
Jain Education International
ગાથા-૧૩૫
કારણ
૧) અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાય દ્રવ્ય અને ગુણમાં પર્યાયનો પ્રવાહક્રમ અનાદિ-અનંત છે. અનાદિ કાળથી ચાલ્યા આવતા આ પ્રવાહક્રમમાં જે અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાય હોય છે તે ક્ષણિક ઉપાદાનકારણ છે. અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયને પણ ઉપાદાન કહે છે, કારણ કે તેનો અભાવ થયા પછી જ કાર્ય ઉત્પન્ન થાય છે. તે અભાવરૂપ, વ્યયરૂપ કારણ છે અને તે કાલસૂચક પણ છે. અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાય એ ક્ષણિક ઉપાદાનકારણ છે અને અનંતરઉત્તરક્ષણવર્તી પર્યાય એ કાર્ય છે. તેથી એમ પણ કહેવામાં આવે છે કે અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયથી યુક્ત દ્રવ્ય એ કારણ છે અને અનંતરઉત્તરક્ષણવર્તા પર્યાયથી યુક્ત દ્રવ્ય એ કાર્ય છે.
૧૭૫
૨) તત્સમયની યોગ્યતા વર્તમાન પર્યાય કે જેમાં કાર્ય થાય છે તે તત્સમયની યોગ્યતા છે. તે સમયની પર્યાય તે તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાનકારણ છે, અર્થાત્ કાર્યોત્પત્તિના સમયની પર્યાયગત યોગ્યતા એ ક્ષણિક ઉપાદાનકારણ છે. તે જ સમયની પર્યાયની તે જ સમય હોવારૂપ યોગ્યતા ક્ષણિક ઉપાદાનકારણ છે અને તે પર્યાય એ કાર્ય છે. આ પર્યાય યોગ્યતાની અપેક્ષાએ કારણ તથા તે જ પર્યાય પરિણમનની અપેક્ષાએ કાર્ય કહેવાય છે. તત્સમય કાર્યરૂપ પરિણમનની યોગ્યતા એ કારણ અને પરિણમન એ કાર્ય છે.
ઉદાહરણ તરીકે સમ્યગ્દર્શનરૂપ કાર્યનાં ઉપાદાનકારણ આ પ્રકારે છે
(૧) ત્રિકાળી ઉપાદાન - જીવદ્રવ્ય કે શ્રદ્ધા ગુણ.
(૨) અનંતરપૂર્વક્ષણવર્તી પર્યાયનો વ્યય
(૩) તત્સમયની યોગ્યતાનો ઉત્પાદ
―
મિથ્યાદર્શનનો વ્યય.
સમ્યગ્દર્શન પ્રગટ થવાની યોગ્યતાનો ઉત્પાદ.
For Private & Personal Use Only
www.jainelibrary.org