Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૫
૧૮૧
અંતરંગ નિમિત્તકારણ
વ્યક્તિના ક્રોધચારિત્રમોહનીય કર્મનો ઉદય અંતરંગ નિમિત્તકારણ છે. આ કારણ પણ સમર્થ કારણ નથી, કેમ કે ઉદયને ક્રોધનું સમર્થકારણ માનવામાં આવે તો કર્મના ઉદયથી ક્રોધ અને ક્રોધથી કર્મબંધ થયા કરવાથી પરસ્પરાશ્રયદોષ ઉત્પન્ન થશે અને જીવ ક્યારે પણ ક્રોધરહિત થઈ શકશે નહીં; પરંતુ જીવ તો અવશ્ય ક્રોધરહિત થઈ શકે છે.
આ પ્રમાણે ઉપાદાન અને નિમિત્તની સંધિથી દરેક કાર્ય થાય છે. કાર્ય-કારણની યથાર્થ વ્યવસ્થા સમજવા ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ યથાર્થપણે જાણવું અત્યંત જરૂરી છે. જીવ ઉપાદાન-નિમિત્તનું સાચું સ્વરૂપ સમજ્યો ન હોવાથી આત્મકલ્યાણરૂપ કાર્ય કરવા માટે તે પરપદાર્થ તરફ જુએ છે. પરપદાર્થના સંયોગની આકાંક્ષાના કારણે તે પોતા તરફ જોતો જ નથી. તેનો પુરુષાર્થ બહાર જ વહે છે. આત્માના કલ્યાણનું કાર્ય તો સ્વયંની પાત્રતાથી, સ્વયંના પુરુષાર્થથી, સ્વયંમાં જ થાય છે. આત્મકલ્યાણનું કાર્ય કરવા જીવ પોતે જ જવાબદાર છે. સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રનું અવલંબન તેમાં ઉપકારી નીવડે છે, પણ તેઓ ઉપાદાનમાં કંઈ કરતા નથી. જીવ સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રનું અવલંબન લઈ જાતે પુરુષાર્થ કરે તો તેનું આત્મહિત થાય.
ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ સમજ્યા પછી હવે પ્રસ્તુત ગાથા તરફ વળીએ
‘સર્વ જીવ છે સિદ્ધ સમ'
લોકના અગ્ર ભાગે બિરાજમાન સિદ્ધ ભગવંતો આત્માના પૂર્ણશુદ્ધ પદને પામ્યા છે. તેમની સ્થિતિ પરમપદમાં થઈ છે. જે શક્તિઓ ચાર ગતિમાં રખડાવતી હતી, તે સર્વ શક્તિ પોતામાં શમાવી સિદ્ધ ભગવાન કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ સામર્થ્યના સ્વામી બન્યા છે. તેઓ અનંત ચતુષ્ટયની વિભૂતિથી યુક્ત છે, પરમ ઐશ્વર્યના ધરનાર છે. તેઓ ઇન્દ્રાદિને પણ પ્રાપ્ત ન હોય એવા કેવળજ્ઞાનાદિ ઐશ્વર્ય સહિત છે. જેનાથી ચઢિયાતું કોઈ નથી એવા ઐશ્વર્યના ધરનાર છે. તેઓ પ્રાપ્ત કરેલા અનંતચતુષ્ટયથી કદી ચુત થતા નથી. તેમના જે અનંત ગુણો પ્રગટ થયા છે, તે ગુણો અનંત કાળ સુધી તેમ જ રહેવાના હોવાથી તેમનું પદ અવ્યય છે.
સિદ્ધ ભગવાને પોતાના કેવળજ્ઞાનાદિ પ્રયોજનને સાધી લીધું છે. જેનો કદી નાશ થવાનો નથી તથા જ્ઞાનને કોઈ મર્યાદા નથી એવા કેવળજ્ઞાનના તેઓ સ્વામી છે. તેઓ સમસ્ત વિશ્વને જાણે છે. એક સમયમાં ત્રણ કાળ અને ત્રણ લોકને જાણે છે. તેઓ આત્માને આત્મારૂપે જાણે છે પદાર્થોનો સાચો બોધ હોય છે. કાંઈ પુણ્ય-પાપના ફળરૂપે કોઈ
અને પરને પરરૂપે જાણે છે. તેમને સમસ્ત સિદ્ધ ભગવાનને સર્વ જીવોનું જ્ઞાન છે, પણ તેઓ જીવને સ્વર્ગમાં કે નરકમાં મોકલતા નથી. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org