Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ઉપકારી માનવી યોગ્ય છે.૧
ત્યાગના બે પ્રકાર છે - એક બાહ્ય ત્યાગ અને બીજો અત્યંતર ત્યાગ. તેમાં અત્યંતર ત્યાગની મહત્તા છે, કારણ કે એ જ બંધનિવૃત્તિ અને મોક્ષપ્રાપ્તિનું કારણ છે. જેને દેહાદિમાં અહં-મમબુદ્ધિરૂપ મિથ્યાત્વ દૂર થયું છે અને રાગાદિની મંદતા થઈ છે, અર્થાત અત્યંતર ત્યાગ થયો છે તેને બાહ્ય સંયોગનો ત્યાગ સહેજે થાય છે. તેમ છે બાહ્ય ત્યાગ અત્યંતર ત્યાગને સહાયકારી હોવાથી મુમુક્ષુ જીવે બાહ્ય પ્રસંગની નિવૃત્તિ કરવી જરૂરી છે. બાહ્ય પ્રસંગ એટલે આરંભ-પરિગ્રહ. જીવ આરંભ-પરિગ્રહનું અદ્ભુત્વ કરે તો અસ...સંગનું બળ ઘટે અને સત્સંગ કરવાનો અવકાશ રહે. સત્સંગ કરવાથી આત્મવિચાર થવાનો અવકાશ રહે. આ વાત મુમુક્ષુના લક્ષમાં જાગૃતિપૂર્વક રહેલી હોય છે, તેથી તે આરંભ-પરિગ્રહના ત્યાગમાં પ્રવર્તે છે. શ્રીમદ્ લખે છે –
જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણે કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી.’
આત્મા પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ થયેલા મુમુક્ષુને આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવારૂપ ત્યાગબુદ્ધિ હોય છે. પોતાની ચિત્તવૃત્તિને મોક્ષમાર્ગમાં સ્થિર કરવા માટે ગૃહસ્થ સાધક ધન, સુવર્ણ, ચાંદી, વસ્ત્ર, આભૂષણ વગેરે અચિત પરિગ્રહની તથા સ્ત્રી, પુત્ર, મિત્ર, દાસ, દાસી, ઘોડા, હાથી, ગાય આદિ સચિત પરિગ્રહની મર્યાદા બાંધે છે અને મર્યાદાથી અધિક વસ્તુઓનો તે ત્યાગ કરે છે, નવી વસ્તુનો સ્વીકાર કરતો નથી. આત્મા સિવાયની બીજી કોઈ પણ વસ્તુનો સંગ સાધનામાં બાધા ઉત્પન્ન થવાનું નિમિત્ત છે એમ જાણતો હોવાથી તે પરવસ્તુઓથી નિવર્તે છે.
આ કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, તેથી ત્વરિત ગતિએ નિરાબાધ આત્મસ્થિરતાની સિદ્ધિ થવા માટે, આત્મલક્ષે અને ગુરુની આજ્ઞાએ પરપરિચયથી નિવર્તી, સપુરુષાર્થ કરવો યોગ્ય છે. આત્મસ્થિરતાનો સાચો અભિલાષી મુમુક્ષુ ત્વરાથી પરપરિચયથી નિવૃત્તિ લે છે; સ્ત્રી, પુત્ર, બંગલા, ઝવેરાત આદિ જગતના સમસ્ત પદાર્થોનો પરિચય ઘટાડી આત્મસાધન કરે છે. શ્રીમદ્ લખે છે કે –
અલ્પ કાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પરપરિચયથી શીધ્રપણે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫ર (પત્રાંક-૫૬૯) ૨- એજન, પૃ.૪૯૧ (પત્રાંક-૬૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org